૫૦ કિ.મી.રાઈડમાં ૮૦૦ અને ૨૫ કિ.મી. રાઈડમાં ૯૦૦ રાઈડરોએ માર્યા પેડલ: શહેરના અનેક મહાનુભાવો પણ જોડાયા
રાજકોટને પ્રદૂષણમુક્ત તેમજ ક્લિન એન્ડ ગ્રીન બનાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ મીડટાઉન, રાજકોટ સાઈકલ ક્લબ અને મહાપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે આયોજિત સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી સ્પોર્ટસ ઈવેન્ટ સાઈકલોફન-૨૦૧૯માં શહેરના ૧૭૦૦ રાઈડરો પૂરબહારમાં ખીલ્યા હતા અને કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી જ ૨૫ અને ૫૦ કિલોમીટરની રાઈડનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ દ્રશ્ય જોઈ શહેરીજનોમાં એવો જ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે જો આટલા સાઈકલીસ્ટ રોજ સાઈકલ ચલાવતાં થઈ જાય તો શહેરના પ્રદૂષણમાં અવશ્ય ઘટાડો આવી જ જાય. સાઈકલીસ્ટોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અનેક મહાનુભાવોએ પણ હોંશે હોંશે સાઈકલ ચલાવી હતી. જો કે તમામ રાઈડરોએ રાઈડને પૂરા ખંતથી પૂર્ણ કરી લીધી હતી. સાઈકલોફનમાં હેલ્મેટનો નિયમ ફરજિયાત રાખવામાં આવ્યો હોય તેથી તમામ રાઈડરોએ હેલ્મેટ ધારણ કરી હતી.
આ સાઈકલોફનમાં ૧૪ વર્ષથી લઈ ૭૩ વર્ષના સાઈકલીસ્ટે ઉત્સાહ બતાવ્યો હતો. ૨૫ અને ૫૦ કિ.મી.ની રાઈડમાં ૫૦ કિલોમીટર કેટેગરીમાં ૮૦૦ રાઈડરો અને ૨૫ કિ.મી. રાઈડમાં ૯૦૭ રાઈડરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિશ્ર્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેનારા રાઈડરોને ૩૦ સાઈકલ ઉપરાંત ૧૫ ગીફટ વાઉચર ઉપરાંત ૧૦ રીસ્ટવોચ અને અન્ય ગીફટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આયોજિત થયેલી સાઈકલોફન કરતાં આ વખતની સાઈકલોફનમાં ૫૦૦ રાઈડરોનો ઉમેરો થવા પામ્યો હતો. આ સાઈકલોફનમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર ચેતન નંદાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, અનિમેષભાઈ રૂપાણી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ભક્તિનગર પીઆઈ વી.કે.ગઢવી, જીનિયસ ગ્રૂપના ડી.વી.મહેતા સહિત શહેર પોલીસના ૫૦ જવાનો ઉપરાંત જીએસટી કમિશનર લલિતપ્રસાદ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઈવેન્ટ પૂર્ણ થયા બાદ સાઈકલીસ્ટોને સાઈકલ ઝોન દ્વારા છ સાઈકલ, સેન્સો ટી દ્વારા ત્રણ સાઈકલ, ગેલેક્સી સાઈકલ સ્ટોર દ્વારા ચાર સાઈકલ, દાવત સોફટડ્રીન્કસ દ્વારા ત્રણ સાઈકલ ટાટા સ્ટેરાઈડર દ્વારા ત્રણ સાઈકલ ફેવરિટ પ્લસ સીરામીકે ત્રણ સાઈકલ આરસીસી વુમેન પાવરે બે સાઈકલ, રોટરી ક્લબ એન્ડ આરસીસી દ્વારા સાત સાઈકલ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૧૫૦૦ રૂપિયાની કિંમતના ૧૦ વાઉચર ઉપરાંત સ્વસ્તિ હોટેલ એન્ડ રિસોર્ટ દ્વારા ૨ નાઈટ અને ત્રણ દિવસનું ઉદયપુરનું વાઉચર ઉપરાંત દ્વારકાની સ્વિસ્તિ હોટેલ એન્ડ રિસોર્ટ દ્વારા એક નાઈટ રોકાણના પાંચ વાઉચર તેમજ બોસ કલર લેબ દ્વારા ૧૦ રિસ્ટ વોચ ઈનામમાં આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાઈકલીસ્ટોને તાજગી આપવા માટે ગોપાલ નમકીન, કેર હર્બલ ટી, શેનો ટી, દાવત સોફટડ્રીન્ક તેમજ ચેરી ઓન વોટરે જવાબદારી નીભાવી હતી. આ આયોજનના મુખ્ય સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ, કો-સ્પોન્સર તરીકે રોલેક્સરિંગ તેમજ શિવમ કિયા સહિતનાનો સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત અશોકભાઈ ગજેરા, વિપુલભાઈ માકડીયા, રાજેશભાઈ પરસાણા, મિહિરભાઈ માડેકા, પ્રદીપભાઈ પટેલ સહિતના પણ ઈવેન્ટમાં સહભાગી થયા હતા. આ ઉપરાંતર રાજકોટ સાઈકલ ક્લબના સભ્યો, રોટરી ક્લબ ઓફ મીડટાઉન, શહેર પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો સિંહફાળો મળ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
બીનાબેન આચાર્યએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સાઈકલોફનનું આયોજન કરવામાં આવેલું છે. સાઈકલ પ્રેમીઓ દ્વારા આયોજન કરી રાજકોટને સાઈકલ દ્વારા દોડાવવામાં આવે છે. આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું, રાજકોટ હંમેશા રંગીલુ શહેર રહ્યું છે. રાજકોટમાં કોઈપણ ઈવેન્ટ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ રાજકોટની એક અનોખી ઓળખ છે.
ઉદીત અગ્રવાલ (મ્યુ.કમિશનર)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મને લાગે છે કે રાજકોટમાં જે મેઈન મેરેોન વાનું છે એના ઈવેન્ટ તરીકે સાઈકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે. બે તબ્બકામાં સાઈકલોફન છે. એક ૫૦ કિ.મી. અને ૨૫ કિ.મી. આ મારા માટે પહેલીવાર છે. મેં ૨૫ કિ.મી.માં ભાગ લીધો છે. આપણા વડાપ્રધાન પણ ફિટનેસ પર વધુ ભાર મુકે છે અને એક હેલ્ધી બોડીી જ હેલ્ી માઈન્ડ ઈ શકે, હેલ્ી માઈન્ડ શે તો જ દેશનો વિકાસ ઈ શકશે.
ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી કલબ મીડટાઉન સાઈકલ કલબ દ્વારા ૨૫ કિ.મી. અને ૫૦ કિ.મી. સાઈકલ ફનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ સવારના ૫:૩૦ વાગ્યામાં મોટી સંખ્યામાં લોકો પોત પોતાની સાઈકલ લઈને આવ્યા છે.
દિવ્યેશભાઈ અઘેરાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાઈકલો ફનનું આ ચોથી વર્ષ છે. પ્રમ વર્ષ જ્યારે આ પ્રકારની શરૂઆત થાય ત્યારે ૫૦૦ સાયકલીંગ રાઈડરો હતા. જેમાં આજે આ વર્ષે ૧૮૦૦ સાયકલીંગ રાઈડરોએ ભાગ લીધો છે. જેનો મને ગર્વ છે. રાજકોટના લોકોએ આ સાયકલો ફનનો જે ઉત્સાહ બતાવ્યો એ પણ ખુબ સારી વાત છે.
દિયા ગજેરાએ સ્પોન્સર (સવન) ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મીડટાઉન અને સવન બિલ્ડર્સ દ્વારા આયોજિત સાઈકલોફન એ ખુબજ સારૂ સ્ટાર્ટઅપ છે. આપણા રાજકોટ માટે આવી ઈવેન્ટસ હોવી જોઈએ. કેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાઈકલનો વધતો ક્રેઝ જોઈને મને પણ ખુબ આનંદ થાય છે.
અમી કોટકએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો આ પહેલો અનુભવ છે જેનો મને ખૂબજ ઉત્સાહ છે. પૂરી રાઈડ ખત્મ કર્યા બાદ જો થાક લાગે તો અહીંયાએ પણ શીખડાવે કે વોર્મઅપ કરી થાક ઉતારવાનો અને મેં ખૂબજ સારી એનર્જીથી આ સાઈકલોફન પૂરી કરી છે.