ક્યારેક અમુક બાળકો માતા- પિતા કે પોતાના વાહલા પાસે પોતાની પ્રિય વસ્તુ, વાનગીની માંગણી કરતાં સૌને જોવા મળે છે. ત્યારે તે વસ્તુ ક્યારેક સાચી પણ હોય છે તો ક્યારેક તે પોતાના ભવિષ્ય તેમજ એક બાળક માટે ખૂબ ખોટી અસર કરતી એક વાત માનવમાં આવે છે. તો દરેક માતા- પિતાને એક સવાલ મનમાં હોય કે કઈ રીતે મારૂ બાળક બને એકદમ શિષ્ટ તેમજ ડાહ્યું. ત્યારે બાળકને તે સમજવા ખૂબ અઘરા થઈ ગયા છે. સાથે એક વસ્તુ દરેક માતા- પિતા કે વડીલએ યાદ રાખવું જોઇયે કે બાળક તે એટલે જ કેહવાય છે કારણ તે ઢીંગા- મસ્તી અને મજા કરવામાં ખૂબ આગળ હોય છે ત્યારે દરેક બાળકને તે સ્વતંત્રતા આપવી ખૂબ જરૂરી છે, કે તે પોતાના બાળપણને પૂરે-પૂરું માણી શકે કારણ એ દરેક બાળકનો હક છે અને તેનેજ સાચું બાળપણ કહી શકાય છે.
દરેક વડીલ પાસેથી સૌ કોઈ માતા-પિતા એવું સાંભળતા હોય છે કે તામારાં દીકરા-દીકરીને ખીજવ નહીં કારણ તેને ખોટું લાગે છે ત્યારે આ વાત એક સંશોધનમાં પણ આ વાત બહાર આવી હતી કે જ્યારે જોઈ પણ માતા-પિતા પોતાના સંતાનને ખીજય કે કઈ બોલે છે તો લાંબા ગાળે બાળક પર સીધી અસર જોવા મળે છે. ધીમે-ધીમે તે બાળક પર એક નકારાત્મક અસર કરે છે.
બાળકને શીખવા દરેક મા-બાપ એ બાળક બનવું જોઇયે ત્યારે આ શિષ્ટાતા શીખવી શકશો. તો જો બાળકને શિષ્ટા શીખવી હોય તો પેહલા તો દરેક બાળકને જે પોતાનું ધાર્યું કરતાં હોય તેને તે કરતાં અટકાવો. કારણ, જ્યારે બાળકનું ધાર્યું થાય તો તે એવું માની લેતાં હોય કે હવે તે કહે તેમજ થસે પણ હકીકત એવી હોતી નથી. તો જયરે બાળકને પ્રેમથી દિલ જીતતા શીખી જાવ ત્યારે તે દરેક વાતનું પાલન કરતાં શીખી જાય છે. દરેક મા-બાપ પોતાના સંતાનો માટે ખૂબ ચિંતિત થતાં હોય ત્યારે બાળકને પોતાની રીતે રસ્તો કરવા દો તો ભવિષ્યમાં પણ તે દરેક વસ્તુ પોતાની રીતે કરતાં નાનપણથી જ શીખી લેશે. તમારાં બાળકને પોતાની રીતે જે પણ નવું કરે તે કરવા દો જો તેવું થશે તો તે પોતે પોતાનું ધાર્યું કરતાં ઓછા થઈ જશે. દરેક બાળક તે પ્રેમનો ભૂખ્યો હોય છે જો વડીલ તેને પ્રેમથી સમજાવે તો તે જરૂર સમજવાની કોશિશ કરશે. દરેક બાળક પુરસ્કાર માટે રાહ જોતા હોય છે,જ્યારે બાળકને પ્રોતસહન આપવામાં આવે તો કામ વધુ ઉત્સાહથી કરે છે કારણ તેને પુરસ્કાર વાહલા લાગે છે ત્યારે બાળકને સોપેલા દરેક કામ માટે તેને બિરદાવવું જોઇયે. દરેક બાળકને ઉદાહરણ આપવા ખૂબ જરૂરી છે કારણ તે ઉદાહરણથી તે દરેક વાતને સરળતા પૂર્વક સમજી જશે. તો આ વાતોનું રાખો ખ્યાલ અને બનાવો તમારા બાળક સાથે આપના પેરેંટિંગને બનાવો ખાસ.