શાળા કક્ષાએ વિવિધ ૧૧ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતાઓએ સી.આર.સી. કક્ષામાં ભાગ લીધો: શહેરની કુલ ૨૫ સી.આર.સી.માં ૮૦૦ બાળ રમતવીરોએ ભાગ લીધો
નગર પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં આજથી બે દિવસ માટે બાલ રમોત્સવનું આયોજન કરાયેલ છે. શાળા કક્ષાએ વિજેતા બાળકો સી.આર.સી. કક્ષાએ રમશે જેમાં શહેરની કુલ ૨૫ સી.આર.સી. બાળ રમોત્સવમાં ૮૦૦થી ધો.૧ થી ૮નાં બાળ રમતવીરો ભાગ લેશે.
આ રમોત્સવમાં શાળા કક્ષામાં ધો.૧ થી ૫ લીંબુ ચમચી, ૫૦ મી. દોડ, પોટેટોરેસ, બેઝબોલ ફેંક, લંગડીમાં વિજેતા બાળકો તથા ધો.૬ થી ૮નાં ૧૦૦, ૨૦૦મી. દોડ, કોથળા દોડ, ગોળાફેંક, કેરમ બોર્ડ, ચેસના વિજેતા બાળકો ભાગ લેશે. સમગ્ર રમોત્સવ વ્યાયામ શિક્ષકો, સી.આર.સી. યુ.આર.સી. આયોજન સંભાળી રહ્યા છે. બે દિવસના વિજેતા બાળકોને શહેર કક્ષાના રમોત્સવમાં ભાગ લેશે.
શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ છે કે શાળા કક્ષાએ વિજેતા બાળકોએ આજે વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. શિયાળાની ઠંડીમાં બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા તમામ બાળ દોસ્તોને અભિનંદન પાઠવ્યા હતા.
દર વર્ષે શહેર કક્ષાનો ભવ્ય બાલ રમોત્સવ યોજાય છે. આજનાં વિજેતા શહેર કક્ષામાં રમશે ૨૬મી જાન્યુઆરી પણ શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય વ્યાયામ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેની તૈયારી રૂપે ૧૩ મોટી શાળામાં બાળકોને તૈયાર કરવા વ્યાયામ ટીચરને જવાબદારી સોંપાય છે.