છેલ્લા 1 વર્ષમાં રાજકોટનાં 350થી વધુ બાળકોને કુપોષણ મુક્ત કરાયા
બાળ સેવા કેન્દ્રો બાળકોની જરૂરિયાતો અને સુખાકારીને સંબોધીને સમાજમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બાળ સેવા કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ શૈક્ષણિક, મનોરંજક અને કૌશલ્ય-નિર્માણ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. જે શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આ કેન્દ્રો એક સક્ષમ વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો શીખી શકે, રમી શકે. નિયમિત આરોગ્ય તપાસ, રસીકરણ અને સ્વચ્છતા અને પોષણ અંગેના જાગૃતિ કાર્યક્રમો આ કેન્દ્રોના આવશ્યક ઘટકો છે. આરોગ્ય અને પોષણની જરૂરિયાતોને સંબોધીને બાળ સેવા કેન્દ્રો બાળકોની સુખાકારી અને લાંબા ગાળાના વિકાસમાં ફાળો આપે છે.
બાળ સેવા કેન્દ્રો માત્ર હાલના પડકારોને સંબોધવા પર જ નહીં પરંતુ ભવિષ્યની સમસ્યાઓને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કુપોષિત બાળકનું પ્રારંભિક તબક્કે સમસ્યાઓનું નિરાકરણ કરીને, આ કેન્દ્રો સંભવિત બાળકની લાંબા ગાળાની નકારાત્મક અસરોને ઘટાડી શકે છે. આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના 0 થી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે. શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુથી 5 વર્ષના આંગણવાડીના તેમજ શાળાએ જતા બાળકોને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવે છે.
આર. બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી તપાસમા જો બાળકને ઉંમર પ્રમાણે ઊંચાઈ અને ઓછું વજન , પગમાં સોજો, બાવળાના ઘેરાવાનો માપ કે જેમાં બાવળાના ઘેરાવામાં વપરાતી પટી (ળીફભ) દ્વારા બાળકના બાવળાનો ઘેરાવો માપવામાં આવે છે. જેમાં 11.5 કરતા ઓછો જણાય તો બાળક કુપોષિતના માપદંડમાં આવે છે. ત્યાર બાદ બાળકને બાલ સેવા કેન્દ્રમાં સારવાર અર્થે રાખવામા આવે છે. જ્યા બાળકને વજન પ્રમાણે એનર્જી પ્રોટીન 14 દીવસ સુધી આપવામાં આવે છે. 6 વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે એનર્જી પ્રોટીન આપવામાં આવે છે.
જેમાં બાળકને એપેટાઈટ ટેસ્ટ કર્યા બાદ બાળકને વજન પ્રમાણે 75 કેલેરી અને 100 કેલેરી પ્રોટીન ઓછા વજનવાળા બાળકોને આપવામાં આવે છે. તેમજ વાલીઓને પણ આહાર આપવામાં આવે છે. જ્યારે રાજકોટમાં બે બાળ સેવા કેન્દ્ર કાર્યરત છે. જ્યાં હાલ 10 બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. 14 દીવસની સારવાર દરમિયાન બાળકને દર બુધવારે બાળરોગ નિષ્ણાંત દ્વારા તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન બાળકને વધુ સારવારની જરૂર જણાય તો બાળ સંજીવની કેન્દ્ર (ક્ષભિ) માં દાખલ કરી સારવાર આપવામાં આવે છે.બાળકની પોષણની સ્થિતિમાં સતત સુધારો થાય તેની ખાતરી કરવા માટે સતત કાળજી અને ફોલો-અપના મહત્વ પર પરામર્શ પણ આપે છે. બાલસેવા કેન્દ્રમાં એકંદર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવા અને બાળકને કુપોષણ મુક્ત કરવાનો હેતુ છે.
બાળ સેવા કેન્દ્રો કુપોષણથી પીડાતા બાળકોને વ્યાપક સંભાળ અને સારવાર પૂરી પાડે છે: ડો. જયેશ વાકાણી
આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કેસંકલિત બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા બંને વિભાગ કુપોષણ મુક્ત માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આંગળવાડીમાં બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે બાળકોને બાલ શક્તિ, કિશોરીને પૂર્ણા શકતી, ધાત્રી માતાઓને માતૃ શકતી આપવામાં આવે છે.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગળવાડીમાં જતાં બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવતું હોય છે. જેમાં બાળકનું વજન, ઊંચાઈ અને બાવળાના ઘેરાવાનો માપ કરવામાં આવે છે. જેમાં બાળક કુપોષિત જણાય તો બાલસેવા કેંદ્રમાં સારવાર આપવામાં આવે છે.ગયા વર્ષે 350 બાળકોને કુપોષણ મુક્ત કરાયા હતાં.
બાળરોગ નિષ્ણાંત દ્વારા દર બુધવારે બાળકની કરાઈ છે તપાસ: મહેતા હિતાવહી
નેશનલ રિહેબિલિટેશન સેન્ટરના ન્યુટ્રીશયન મહેતા હિતાવહીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે કુપોષિત બાળકો માટે રાજકોટમાં બે બાલસેવા કેન્દ્રો કાર્યરત છે. બંને સિએમટીસિ સેન્ટરમાં હાલ 20 બાળકોની સારવાર કરવામાં આવે છે. કુપોષણમાંથી મુક્તિ માટે 14 દીવસ પ્રોટીન એનર્જી આપવામાં આવે છે. સારવાર દરમિયાન બાળકને દર બુધવારે બાળરોગ નિષ્ણાંત દ્વારા તપાસ કરવામાં આવે છે તપાસ દરમિયાન બાળકમાં વજનમાં વધારો ન થાય તો નેશનલ રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે. બાળ કુપોષણ સારવાર કેન્દ્રોમાં
કુપોષણથી પીડાતા બાળકોને વ્યાપક સંભાળ અને સારવાર પૂરી પાડે છે. બાળ સારવારનું પ્રાથમિક ધ્યાન બાળકના પોષણની સ્થિતિને પુન:સ્થાપિત કરવા અને સુધારવાનું છે.
બાળ સેવા કેંદ્રમાં 14 દિવસ આપવામાં આવે છે સારવાર: હિના પરડવા
બાળસેવા કેન્દ્રમાં ન્યુટ્રીશ્યન આસિસ્ટન્ટ હિના પરડવાએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે બાળ સેવા કેન્દ્રમાં કુપોષિત બાળકોને સારવાર આપવામાં આવે છે. બાળકનું દરરોજ વજન માપવામાં આવે છે. ત્યાબાદ બાદ વજન પ્રમાણે એનર્જી પ્રોટીન ર75 અને ર100 આપવામાં આવે છે. સાથે સાથે માતાંને પણ બપોરે ભોજન આપવામાં આવે છે. બાળકને 14 દિવસ સારવાર પૂર્ણ કર્યા બાદ 2500 રૂ. સહાય આપવામાં આવે છે.
વાલીઓને પણ સ્વાસ્થ્ય વિશે જાગૃતા આવે તે માટે માગેદશેન આપીએ છીએ. બાળકને એનર્જી પ્રોટીન આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ સંતુલિત આહાર પ્રદાન કરે છે. જે કુપોષિત બાળકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.
સારવાર કેન્દ્રો પર યોગ્ય પોષણ, સ્વચ્છતાની પદ્ધતિઓ અને ભવિષ્યમાં કુપોષણને રોકવા માટે ખોરાક આપવાની તકનીકો વિશે વાલીઓને અવગત કરે છે.