ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે “બાળ અધિકાર દિવસ” ની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણ મેળવવા, જીવન જીવવાનો, બાળકોનાં શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર અંગે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી. ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસીએશન રાજપીપળા-નર્મદા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે તા.20 મી નવેમ્બર 2024ના રોજ ‘‘બાળ અધિકાર દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી હતી.
‘‘બાળ અધિકાર દિવસ’’ ની ઉજવણી દરમિયાન બાળ સુરક્ષા એકમ નર્મદાના બાળ સુરક્ષા અધિકારી લોપાબેન વ્યાસ, કાનૂની સત્તામંડળ નર્મદાના પી.એલ.વી મનહરબેન મહેતા, સંસ્થાના મંત્રી વિજય રામી, અધિક્ષક નિલેષ વસાવા તેમજ સંસ્થાના કર્મચારીગણ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોને બાળ અધિકાર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને બાળકોનાં અધિકારો, જેમ કે શિક્ષણ મેળવવાની અધિકાર, જીવન જીવવાનો અધિકાર, બાળકોનાં શોષણ કે અત્યાચારો સામે રક્ષણ મેળવવાનો અધિકાર, બાળ મજુરી અને બાળ લગ્ન અટકાવા અંગે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.