નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ આંકડા કર્યા જાહેર: ૨૦૧૬માં ૧૯૯૨૦ ચાઈલ્ડ રેપના ગુના નોંધાયા
ભારતમાં બાળકો સાથે થતા જાતિય અત્યાચારોમાં ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાનુસાર વર્ષ ૨૦૧૬માં ચાઈલ્ડ રેપમાં ૮૨ ટકાનો વધારો નોંધાયો હતો. ઉત્તરપ્રદેશમાં બાળકો સાથેના વ્યવહારોની સ્થિતિમાં ખૂબજ સંગીન બની છે. ઉત્તરપ્રદેશમાં ચાઈલ્ડ રેપની સંખ્યામાં ૪૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે.
આંકડા મુજબ વર્ષ ૨૦૧૫માં ૧૦૯૩૪ બાળકો સાથે દુષ્કૃત્ય થયું હતું. જે ૨૦૧૫માં વધીને ૧૯૯૨૦ સુધી પહોંચ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારના ગુનામાં સતત વધારો થયો છે.
પોકસો હેઠળ દાખલ થયેલી ફરિયાદો ૫૨ ટકા સુધી વધુ થઈ છે. પોકસો હેઠળ બાળકો સામે થતા અત્યાચારોથી રક્ષણ અપાય છે. જો કે, દિન-પ્રતિદિન બાળકો સાથેના જાતિય અત્યાચારોમાં ચિંતાજન વધારો જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચાઈલ્ડ રેપમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. વર્ષ ૨૦૧૬માં એકલા મહારાષ્ટ્રમાં જ ૨૪૬૭ ચાઈલ્ડ રેપ નોંધાયા હતા. મધ્યપ્રદેશમાં આ સંખ્યા ૨૨૯૨ની છે.