અધિકારીઓએ બાળકોને મળતી સવલતો વિશે માર્ગદર્શન આપ્યું
રાજકોટ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા ઉપલેટાના ખ્યાતનામ સેવાભાવી સિઘ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા રર વર્ષથી અનેક વિધ સેવાકીય પ્રવૃતિ થતી રહે જેના ભાગરુપે તાલુકા શાળાના મુખ્ય હોલમાં ગઇકાલે સુરક્ષા સેમીનાર યોજાયેલ જેમા ટીડીઓ મામલતદાર બાળ સુરક્ષાના જીલ્લા અધિકારી સહીતનાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા બાળકોને મળતી સવલતો વિશે વિસ્તત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાનપણમાં જ બાળકના માતા પિતાની હૈયાતી ન હોય તેવા બાળકોને પાલન માતા પિતાની યોજના તેમજ નિરાધાર બાળકોને અભ્યાસ માટે ભણવાની અને મફત હોસ્ટેલ સુવિધા વિશે પણ માહીતી આપવામાં આવેલ તેમજ ૦ થી ૧૮ વર્ષના બાળકોના કોઇ એક વાલી હૈયાત હોય તો ૬ માસ સુધી સમાજ સુરક્ષા ખાતાના હેઠળ સંસ્થાના બાળકો સંસ્થાકીય સંભાળ લીધેલ હોય તેવા બાળકોને એઇડસ કૃષ્ટરોગ, મગજની જેવી અનેક ગંભીર બિમારીથી પીડાતા હોય તેવા બાળકોને દવા માટે સરકારી સહાયની છણાવટ કરવામાં આવેલ હતી.
આ સેમીનારમાં ટીડીઓ બી.એસ.વ્યાસ, મામલતદાર સોલંકી લાખાભાઇ ડાંગર, જયેશભાઇ ત્રિવેદી, મંજુબેન માકડીયા, સહીત આંગણવાડી આશાવર્કરો બહેનો તથા ગામના આગેવાનો સહીત મોટી સંખ્યાના લોકો હાજર રહ્યા હતા.