કાર્યક્રમાં બાળ મજુરી અને બાળ યૌનશોષણ જેવા દુષણને દુર કરવાની માહિતી આપવામાં આવી
દીવનાં માનનીય કલેકટર સલોની રાય અને દીવનાં મામલતદાર સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને ચાઈલ્ડ લાઈન દીવના સયુકત પ્રયાસોથી , કોવીડ અંગેની સાવચેતી તેમજ બાળ અધિકાર, બાળ સુરક્ષા જાગરૂકતા કાર્યક્રમનું કર્યું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પોક્સો અધિનિયમ૨૦૧૨ (Safe and Unsafe Touch) અને બાળઅધિકારનાં સંદર્ભમાં માહિતી અને સમજણ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈનના સ્ટાફ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, પોક્સો અધિનિયમ૨૦૧૨ જફરય ફક્ષમ ઞક્ષતફરય ઝજ્ઞીભવ, હેઠળ તેમજ ચાઇલ્ડ લાઈન દીવ ના કો-ઓર્ડીનેટર ભાસ્કર મહેતાએ કોવીડ મહામારીને ધ્યાનમાં રાખી હાથ ધોવાની પદ્ધતિ વિશે વિસ્તૃતથી બાળકોને માહીતી અને સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોને પોક્સો અધિનિયમ૨૦૧૨ હેઠળ જફરય ફક્ષમ ઞક્ષતફરય ઝજ્ઞીભવની જાણકારી આપતી એનિમેટેડ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. વધુમાં જણાવ્યું કે જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમ સામાજિક અંતર સાથે કરવામાં આવેલ હતો. અને આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈન ના કર્મચારીના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયો હતો.