લોધીકા તાલુકાના પારડી ગામે પ્રાથમીક શાળામાં આવેલ આંગણવાડી તથા પારડી ગામમાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માફ અંતર્ગત અતિ કૃપોષિત અને મઘ્યમ કૃપોષિત તમામ બાળકોને કૃપોષણમાંથી મુકત કરવાનું જે દેશ વ્યાપી અભિયાન ચાલે છે
તે અંતર્ગત પારડી ગામે રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન લોધીકા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તથા પારડી ગામના સરપંચ તથા સદસ્યો અને ગામના આગેવાનો બાળકો માતાઓ વગેરે હાજર રહ્યા હતા.
આ ઉ૫રાંત તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અગાઉ પણ ન્યુટ્રીશન પાઉડર આપવામાં આવેલ હતો અને તેમને લોધીકા તાલુકાને કૃપોષણ મુકત તાલુકો બનાવવાનો વચન આપ્યું હતું આ તમામ આયોજન માં આંગણવાડી વર્કરો તથા હેલ્પરો અને લોધીકા આઇ સી.ડી.એસ. તમામ સ્ટાફ સાથે મળી ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને જીણવટ ભરી અને તલસ્પર્શી તમામ માહીતી ગ્રામજનોને મળી રહે તેવો પ્રયાસ કર્યો હતો.