મહાનગરપાલિકા દ્વારા ૨૬ પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૬માં બાળ તંદુરસ્તી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દિપ પ્રાગટય રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાનમાં ભીખાભાઈ વસોયા, દર્શિતાબેન શાહ જેવા આગેવાનો ઉપસ્થિત હતા.
આ ઉપરાંત મહારાણા પ્રતાપ હોલ ખાતે સ્પોર્ટસ ડે પણ યોજાઈ ગયો જેમાં વિજેતાઓને ઈનામ એનાયત કરાયા હતા. આ તકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમલેશ મિરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ આંગણવાડીના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ કરાયું હતું અને આંગણવાડીના બાળકોને સમારોહનો આનંદ ઉઠાવ્યો હતો.
જાગૃતિબેન ઘાડીયા (ચેરમેન શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ કમિટી)એ જણાવ્યું હતું કે, બાળકની તંદુરસ્તી નિમિતે ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિને બાળ તંદુરસ્તી હરીફાઈ રાખવામાં આવેલ છે. રાજકોટમાં ૩૪૪ આંગણવાડી છે. આંગણવાડીમાં કુપોષીત બાળકો હોય છે તેને કેવી રીતે તંદુરસ્ત બનાવી શકાય તે અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુબ ચિંતિત છે. એના માટે ઘણા પ્રોગ્રામ કરતા હોય છે. એમાંનો એક ભાગ છે. બાળ તંદુરસ્તી હરીફાઈ રાજકોટના કુપોષીત બાળકોને કેમ તંદુરસ્ત બનાવી શકીએ તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય હેતુ એ છે કે એમના વાલીઓ કે જેના બાળકો તંદુરસ્ત નથી એમને કઈ રીતે મદદરૂપ થાય, બાળકમાં શું કમી છે ? કેવું ફુડ ખાવું જેવી માહિતી આપીએ છીએ.