દરેક વ્યક્તિ પોતાના અનુભાવો દ્વારા આવનારી ઘટનાનો અંદાજ મેળવતી હોય છે. ઘણીવાર આપણે એવું પણ અનુભવતા હોઈએ છીએ કે આપણે જે તે ઘટનાનો અંદાજ બાંધતા હોઈએ એ અંદાજ વાસ્તવમાં પણ પલટાતો જોવા મળે છે. આપણને આશ્ચર્ય થતો હોય છે કે જે વિચારી રહ્યા હતા એ વાસ્તવમાં કઇ રીતે પલટયું? આવા તો અનેક દાખલાઓ હશે. પણ આ વિચારવાની શક્તિ આપણામાં કઇ ઉંમરે આવી એવું તમે ક્યારેય વિચાર્યું છે?
એક અભ્યાસના તારણમાં જણાવ્યા મુજબ ૬ મહિનાની ઉંમર નું બાળક પણ આવનારી સંભાવનનો આગોતરો અંદાજ મેળવી શકતું હોય છે. સંશોધકોએ ૧૮ મહિના સુધીનાં બાળકોને વાદળી અને પીળા એમ માત્ર બે રંગ ધરાવતા બોલ ભરેલું મશીન ધરાવતી ફિલ્મ કલીપ બતાવી હતી, જેમાં વાદળી રંગના બોલનું પ્રમાણ વિશેષ અને પીળા રંગના બોલનું પ્રમાણ ઓછું હતું તે અભ્યાસ દરમિયાન સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે બાળકો આગોતરા ધોરણે એ વાત કળી શકતા હતા કે હવે ક્યાં રંગનો બોલ જોવા મળશે. તેમની ધારણા સાચી પડતા બાળકોના ચેહરા પર પાછો ખુશીનો ભાવ પણ જોવા મળતો હતો. ઉપલાસા યુનિવર્સીટીની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ દરમિયાન ૬,૧૨ અને ૧૮ મહિનાના ૭૫ બાળકો પર આ સંશોધન થયુ હતું.
સંશોધનલેખના મુખ્ય લેખક અને ન્યુરો સાયન્ટિસ્ટ એઝગી કહ્યાને જણાવ્યા મુજબ સંભાવનાઓ વિચારવાનું છ માહિનાની વયથી જ શરૂ થઈ જતું હોય છે. સંશોધકો કહી રહ્યા છે કે જીવનના આરંભીક છ મહિનામાં જ બાળક એક ઘટના પછી બીજી કઇ ઘટના બનશે તેની ગણતરી માંડતું થઈ જતું હોય છે.