બાળ દુષ્કર્મના ગુન્હેગારોને આકરી સજાની જોગવાઇના કાયદાને પાકિસ્તાની સંસદે મંજુરી આપી

ભારત સહિત વિશ્ર્વભરમાં બાળદુષ્કર્મનું પ્રમાણ દિન-પ્રતિદીન વધતું જાય છે તયારે આવુ જ ધનય કૃત્ય કરતા પહેલા ગુન્હેગારો સો વખત વિચાર કરે તે માટે તેમને જાહેરમાં ફાંસી આપવાની સમયાંતરે માંગણીઓ થતી રહે છે. પાકિસ્તાનમાં પણ બાળ દુષ્કર્મના ગુન્હેગારોને જાહેરમાં ફાંસી આપવાની લાંબા સમયથી માંગ ઉઠવા પામી હતી. જે બાદ ઇમરાન સરકારે પાકિસ્તાનની સંસદમાં રજુ કરેલા ખરડાને ગઇકાલે બહુમતિથી પસાર કર્યો છે.

જેથી, હવે કાયદો બની જતાં પાકિસ્તાનમાં હવે બાળ દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાશે.

પાકિસ્તાનના ખબર ઉકતુનવા પ્રાંતમાં વર્ષ ૨૦૧૮ માં વર્ષમાં નવસેરા વિસ્તારમાં આઠ વરસની બાળકીની નિદર્યી હત્યાને લઇને સસંદે બહુમતિથી પી.પી.પી.ની વિચાર ધારા સાથે સહમત હોવાય તેવા ધારાસભ્યો સિવાય તમામે આ ખરડાને સર્વ સહમતિ માટે મત આપ્યા હતો. બેનઝીરના પક્ષના સભ્યોઓ મતદાનથી બાકાત રહ્યા હતા. પીપીપીના નેતા રાજા પરવેઝ  અશરફે આ અંગે કહ્યું હતું કે, જાહેરમાં ફાંસી આપવાની પઘ્ધતિ સંયુકત રાષ્ટ્રસંઘ ના નિયમોથી વિરુઘ્ધ છે તેમણે જણાવ્યું હતું કે આવી રીતે જાહેરમાં સજા આપવાથી ગુનાઓ અટકી ન શકે આકરી સજા અને મૃત્યુદંડના જાહેર અમલથી ગુનાને ધટાડવા માટે પરિણામદાયી નથી બનતું બીજી તરફ સસંદીય બાબતોના રાજયમંત્રી અસીમ મદખાનેે આ ખરડો ગૃહમાં પ્રસ્તુત કર્યો હતો. જે બાળકો પર જાતીય અત્યાચારોનો આકરો વિરોધ કરે છે.

આ ગૃહ શરમનાક અને જ ધન્ય બાળ હત્યા અટકાવવા અને દુષ્કર્મીઓ અને હત્યારાઓએ આકરી સજા આપીને દાખલારુપ કાર્યવાહી કરવા માંગે છે. બળાત્કારી હત્યારાઓને માત્ર મૃત્યુ દંડ જ નહિ પરંતુ તેમને જાહેરમાં લટકાવવામાં આવશે જો કે મતદાન વખતે સસંદમાં ગેરહાજર રહેલા બે મંત્રીઓએ પણ આ ખરડાનો વિરોધ કર્યો હતો. આવી રીતે ગુનેગારો સાથે અમાનવીય વર્તન કરીને ગુનેગારોના કૃત્યનો જવાબ આપવો એ સામાજીક માનવ સંસ્કૃતિ અને વિજ્ઞાનના નિયમો વિરુઘ્ધ છે તેમ વિજ્ઞાનમંત્રી ફવાદ ચૌધરીએ પોતાના ટવીટ સંદેશામાં નારાજગી વ્યકત કરી હતી તેની સાથે સાથે માનવ અધિકાર મંત્રી શીરીન મજારીએ પણ ગુસ્સો વ્યકત કર્યો હતો. બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાના આ વિધેયકને સસંદગૃહમાં પક્ષના નિયમો અને સિઘ્ધાંમાના આધારે મંજુર કર્યુ છે.

સરકારે આ વિધેયક પ્રસ્તુત કર્યુ નથી આ વિધેયક સામે ઘણા વિરોધ છે. અમારા માનવ અધિકાર મંત્રીએ જ આ કાયદાના વિરોધ કર્યો છે સદનસીબે હું એક મીટીંગમાં હોવાથી ગૃહની કામગીરીમાં સામે થઇ ન હતી તેમ શીરીન મઝારીએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં બાળ અત્યાચાર અંગેના બાળ અધિકાર સંગઠન શાહીલ દ્વારા ગયા મહિને સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા આંકડામાં જાન્યુ.થી જુન દરમિયાન બાળ વિરોધી અત્યાચારના ૧૩૦૪ કેસો નોંધાયો હતો. તેનો મતલબ એ થયો કે પાકિસ્તાનમાં દરરોજ ઓછામાં ઓછા સાત બાળકો અત્યાચારનો શિકાર બને છે. સસંદમાં પારિત થયેલા આ ખરડાથી આવનાર દિવસોમાં કદાચ પાકિસ્તાનમાં બાળકો બળાત્કાર અને હત્યા ગુજાનારા આરોપીઓને જાહેરમાં લટકાવવાનું જીવંત પ્રસારણ પણ થાય.

ભારતમાં અત્યારે નિર્ભયા કાંડના મુખ્ય આરોપીઓને થયેલી દેહાંત દંડની સજાના અમલ માટેની કાયદાકીય કવાયત સાતેય આરોપીઓની બચાવ પ્રક્રિયા વચ્ચે કાયદાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારતમાં પણ તમામ પ્રકારના આરોપીઓ કે જેમને મૃત્યુદંડ થયો હોય તેમની ફાંસીની સજાનો અમલ ઝડપથી અને નિશ્ર્ચિત સમયગાળામાં થઇ જાય તે માટે કાયદાકીય પ્રવધાન માટે સરકાર કવાયત ધરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.