વર્તમાન સમયમાં પ્રવર્તતા દુષણોમાં બાળકોનું થતું જાતીય શોષણ એ ખરેખર વાલીઓ અને શિક્ષકો માટે પડકારરુપ સમસ્યા છે તેથી જ બાળકોને આ વિષયની જાણકારી આપવાની જવાબદારી વાલી અને શિક્ષકો બન્નેની રહે છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષકોએ વિઘાર્થીઓએ જાતીય શોષણ વિષયની સમજ આપવાનું ઉમદા કાર્ય હાથ ધર્યુ હતું. જેમાં પ્રથમ બાળકોને તેમના શરીરની રચના વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું.
તેમને પોતાના શરીર ઉપશ કર્ય સ્પર્શ સારો અને કર્યો સ્પર્શ ખરાબ છે તેની સમજ તથા જો આવી પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર આત્મરક્ષણમાટે કેવા પગલા લેવા તેની માહીતી આપવામાં આવી હતી. આવા સમયે જો આસપાસ કોઇ વ્યકિત ન હોય તો ૧૦૯૮ હેલ્પ લાઇન કે જે ચોવીસ કલાક સક્રિય હોય છે તેના ઉપર કેવી રીતે સંપર્ક કરવાનો તેની માહીતી આપવામાં આવી હતી.
૧૮ વર્ષથી ઓછી ઉમરનું સગીર બાળક મુશ્કેલીમાં હોય એકલું હોય જેનું શોષણ થતું હોય અથવા તેની સાથે બળજબરી થતી હોય તેવા સંજોગોમાં તેને આશ્રય આપવા જાણ કરી શકાય છે. શાળાના એજયુકેશટ સુમન વિરવાની દ્વારા વર્કશોપના રીસોર્સ પર્સન તરીકે સેવા આપી હતી.
આ વર્કશોપના આયોજન માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને પ્રિન્સિપાલ દિવ્યાબેન ભટ્ટ દ્વારા શિક્ષકોની ટીમને અભિનંદન આપ્યા હતા.