કોરોનાની મહામારીના પગલે લોકડાઉનના તબકકા પૂરા થયા બાદ અનલોકના પ્રથમ ચરણમા સરકારી કામગીરી શરૂ થતા બહુમાળીમાં જાતી આવકના દાખલા માટે લોકોની ચીકકાર લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટીંગ અને સાવચેતીનાં પગલાના લીરેલીરા ઉડાડયા હતા કોરોના વાયરસને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક હોય છે. ત્યારે બહુમાળીની કામગીરી શરૂ થતાની સાથેજ અરજદારોનાં ટોળા ઊમટી પડયા હતા ‘ન કરે નારાયણ’ કે કોઈ કોરોનાગ્રસ્ત અરજદાર આ ટોળામાં સામીલ થઈ જાય તો જાતી-આવકના દાખલાની કામગીરી ઠપ્પ થઈ જવા સુધીની ભીતી રહી છે. જે માટે બહુમાળી કર્મચારીના અરજદારોએ ટોકન સિસ્ટમ અથવા કોઈ પધ્ધતિ સુનિશ્ર્ચિત કરી ઓછા પ્રમાણમાં અરજદારોને એકઠા કરવા અને આવતા અરજદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે સિકયુરીટીએ પણ ધ્યાન રાખવાની માંગ ઉઠી રહી છે. (તસવીર: માનસી સોઢા)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે નજીકના સ્થળોએ જવા આવવાનું થાય, પોઝિટિવ વિચારોથી લાભ થાય, આનંદ દાયક દિવસ.
- રાતની ઓછી ઊંઘ તમારી ઉંમરમાં દેખાડશે 4 વર્ષનો વધારો…
- Gandhidham : કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છની મુલાકાતે
- Gandhidham : મંદિરોમાં ચોરી-લુંટના 34 ગુનાઓને અંજામ આપનાર ગેંગના ઇસમોને ઝડપતી પુર્વ કચ્છ પોલીસ
- Hondaએ તેની ન્યુ Electric Activa લોન્ચ કરવા પેલા બહાર પાડ્યું નવું ટીઝર
- શું પેઇનકિલર્સનું વધુ પડતું સેવન કિડનીને નુકસાન પહોંચાડી શકે છે?
- ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
- સુરત: કતારગામમાં 20 દિવસ પહેલાં રહેવા આવેલાં યુવકની ત્રણ શખ્સોએ કરી હત્યા