- શેરડી રૂ.600 મણ, જીંજરાના ભાવ કિલોએ 80 થી લઈને 120 અને ચીકી પતંગ સાથે આસમાને કિલોના 120થી 1200ના ભાવે ફટાફટ વેચાણ
આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણનું પર્વ મંગળવારે ગુજરાતભરમાં ઉજવાશે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે ’અવકાશી યુદ્ધ’ જામશે અને ’એ કાયપો છે….’ , ’ચલ ચલ લપેટ…’ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠશે. આ ઉપરાંત શેરડી જીંજરા ચીકી અજમેરી બોર જાણે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરશે.
હાલ અત્યારે બજારમાં વિવિધ પ્રકારની ચીકીઓ જોવા મળે છે જેમ કે માંડવી ચીકી, દાળિયાની, તલ, ડ્રાયફ્રુટ , ચોકલેટ ચીકી આવી અનેક વેરાઈટી નો ખજાનો જોવા મળે છે ખાસ અત્યારે ચીકીની બજાર ખૂબ જ ગરમ છે
તેમજ જીંજરા અને શેરડી તેમજ અજમેરી બોર નો પણ લોકો લેવા માટે ઉમટીયા છે શેરડી બજારમાં 600 રૂપિયા મળશે છે તેમ જ જીંજરા 80 થી 100 રૂપિયા કિલો બજારમાં જોવા મળી રહ્યા છે
મકરસંક્રાંતિ અને શેરડી-જીંજરાની મીઠાશ
મકરસંક્રાંતિ એ ભારતનાં અનેક રાજ્યોમાં ઉજવવામાં આવતો એક ખૂબ જ મહત્વનો તહેવાર છે. આ તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સૂર્યદેવની પૂજા કરે છે અને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે.
મકરસંક્રાંતિના તહેવારમાં શેરડી અને જીંજરાનું ખૂબ જ મહત્વ છે. આ બંને વસ્તુઓને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શેરડીને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે જીંજરાને સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે.