જળાશય નું લેવલ 148.855 મીટર ઉડાય 19.00 મીટર જીવંત જથ્થો 24.0055 મી ઘ મી છે જેથી ગિર ગઢડા અને ઉના તાલુકાના ગામ લોકોને હાઇ એલર્ટ કરવા તેમજ સાવચેત રહેવા નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ ઢોરઢાંખર અને વાહન ન લઈજવા વોનિગ ચેતવણી અપાય જવા અને સાવચેત રહેવા જરૂરી ખાસ સુચના અપાઈ જવા વિનંતી છે.
હાલ જળાશય પુર્ણ સપાટી એ ભરાઇ જતાં સમય 19.00 કલાકે ડેમનો એક દરવાજો 0.025 મીટર ખુલ્લો હતો તે વધારી સમય 19.00 કલાકે 0.05 મીટર કરવામાં આવશે તેમજ બીજો એક દરવાજો 0.05 મીટર કરવામાં આવશે જેથી કુલ બે દરવાજા 0.05 મીટર ખુલ્લા છે અને વરસાદ થતાં ડેમ મા પાણીની આવક ગમેત્યારે વધે તો ડેમના દરવાજા ગમેત્યારે ખોલવામાં આવશે જેથી બન્ને તાલુકાના ગામ લોકોને હાઇ એલર્ટ કરવા ખાસ સુચના છે હાલ બે દરવાજા 0.05 મીટર ખુલ્લા છે જેનોપ્રતિસેક્ધડ પ્રવાહ 416કયુસેકસ પ્રસાર થાય છે જે જાણ સારૂ. ચિખલ કુબા, જસાધાર, ધોકડવા, ઉના તાલુકાના ગામ પાતાપુર, ઉમેજ, સામતેર,.કાણકબરડા, વગેરે ગામે કયુસેકસ 416 પ્રસાર થાય છે તેને લય રાવલ ડેમ અધિકારી દ્વારા સાવચેતીના ભાગરૂપે જણાવવામાં આવેલ છે.