અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડાકાન : ગ્રામજનો પંચાયતનો  ઘેરાવ કરી  હલ્લાબોલ મચાવશે: ચિમકીથી તંત્ર દોડતુ થયું, વાહનો કર્યા ડિટેઈન

પાટડી-ખારાઘોડા રોડ પર રેસના પાણીથી એટલે કે ચિંકણા કેમિકલથી એક મહિનામાં 100થી વધુ લોકો વાહન પરથી પટકાતા ઈજાગ્રસ્ત બન્યા હતા. જેને લઈ લોકો અને વાહનચાલકોએ આ સમસ્યાને લઈ અનેક વખત રજૂઆતો કરી હતી છતાં ફેક્ટરીઓ વાળા આંખ આડા કાન કરતા ખારાઘોડાવાસીઓ લાલઘૂમ બન્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે સોમવારે ખારાઘોડાની રોષે ભરાયેલી મહિલાઓ સહિતના ગ્રામજનો પંચાયતનો ઘેરાવ કરી હલ્લાબોલ મચાવશે. જોકે, પોલીસ આ મામલે એક્શન મોડમાં આવી હતી અને રસ્તા પર ચીકણા કેમિકલ ઠાલવતા ટાંકા ડીટેઇન કર્યા હતા. જેને લઈ દોડધામ મચી છે.

રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પુરી થઇ ગઇ છે. મીઠા ઉદ્યોગ તરીકે પ્રચલિત પાટડી-ખારાઘોડા રોડ કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. તેમાં પણ પાટડીથી ખારાઘોડા અનેક લોકો મોટરસાયકલ પર રોજ અપ-ડાઉન પણ કરે છે. ત્યારે ખારાઘોડા પાસે રોડ પર ફેક્ટરીઓ દ્વારા અવારનવાર રેસનું પાણી ( ચિંકણુ કેમિકલ ) ઠાલવાતા રોડ એકદમ ચીકણો બની જાય છે. આથી આ રસ્તેથી પસાર થતાં બાઇક સવારો અવારનવાર રોડ પર પટકાવાથી ઇજાનો ભોગ બને છે. આ અંગે લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં લાગતા-વળગતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

પાટડી-ખારાઘોડા રોડ પર રેસના પાણીથી એટલે કે ચિંકણા કેમિકલથી એક મહિનામાં 100થી વધુ લોકો વાહન પરથી પટકાતા ઇજાગ્રસ્ત બન્યા હતા. અગાઉ પણ આ રસ્તા પર ઢોળાયેલા રેસના પાણીથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યાના બનાવો બનેલા છે. આથી આ બાબતે તંત્ર દ્વારા ફેક્ટરીઓ વાળાને કડક ચેતવણી આપીને રસ્તા પર ઢોળવામાં આવતું રેસનું પાણી કાયમ માટે બંધ કરાવવામાં આવે એવી વ્યાપક માગ વાહનચાલકોએ ઉઠાવી છે.

લોકો અને વાહનચાલકોની અનેક રજૂઆતો છતાં ફેક્ટરીઓ વાળા આંખ આડા કાન કરતા ખારાઘોડાવાસીઓ લાલઘૂમ બન્યા છે.

સોમવારે મહિલાઓ સહિતના ગ્રામજનો આ વિકટ પ્રશ્ને પંચાયતનો ઘેરાવ કરી હલ્લાબોલ મચાવશે. બીજી તરફ આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને રસ્તા પર ચીકણા કેમિકલ ઠાલવતા ટાંકા ડીટેઇન કર્યા હતા. જેથી દોડધામ મચી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.