તાત્કાલીક ધોરણે દવાનો છંટકાવ કરી આરોગ્ય વિભાગે આળશ ખંખેરવી જોઇએ
અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા
શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ થયા તાવ, શરદી અને ચીકન ગુનિયાના દર્દીઓની લાંબી લાઇનો લાગી રહી છે. શહેરમાં ચીકન ગુનિયા રોગો માઝા મુકતા ઘેર-ઘેર માંદગીના ખાટલા ધરાયા છે.
શહેરમાં અનેક સોસાયટી અને પ્લોટ વિસ્તારમાં ચીકન ગુનિયાના કેસો બેફામ બનવા છતા આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વચ્છ પાણીમાં મોટેભાગે ચીકનગુનિયાના મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે ત્યારે જાહેર સ્થળોએ પાણી ભરાતી જગ્યા પર આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ કરવો જોઇએ. તાલુકાના મોટાભાગના ગામોમાં ચીકન ગુનિયા ઘરે-ઘરે પહોંચી ગયો છે. ગ્રામ્ય વિસ્તારના ઘોડા ડોક્ટરો પણ તેના દવાખાનામાં દર્દીઓને બાટલા ચડાવી ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગે આ બાબતની પણ ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઇએ.