કમિશનર વિસ્તાર બહાર સમન્સ પાઠવવાનો શહેર પોલીસનો અધિકાર નથી: ૧૯૯૭માં રાજપા દ્વારા તત્કાલીન મેયર વિજયભાઈના મકાન પર પથ્થરમારોનો ગુનો નોંધાયો ‘તો

રાજકોટના તત્કાલીન મેયર અને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મકાન પર વર્ષ ૧૯૯૭માં પથ્થરમારો અને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવાની પ્ર.નગર પોલીસ મથકમાં વિજયભાઈ ‚પાણીએ નોંધાવેલી ફરિયાદનો કેસની સુનાવણીમાં અદાલતે ફરિયાદી રૂપાણીને પાઠવેલ સમન્સ રિકોલ કરવાની સરકાર પક્ષની અરજીની આજે હાથ ધરાયેલી સુનાવણીમાં પોલીસે કોર્ટને સમન્સ પરત આપી તેવી નોંધ કરેલી કે રાજકોટ શહેર પોલીસ દ્વારા કમિશ્નરની સત્તામાં આવતા વિસ્તારમાં સમન્સ બજાવી શકે અને વિજયભાઈ હાલ ગાંધીનગર રહેતા હોવાથી સમન્સ બજાવ્યું નથી અદાલતે આ કેસનાં સંલગ્ન અન્ય સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરશે આથી હાલ પૂરતું વિજયભાઈને કોર્ટમાં હાજર રહેવા મૂકિત મળી છે.

ખજુરાકાંડ બાદ રાજપા-ભાજપાના વિભાજન બાદ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાધનપુર બેઠક પરથી વિજયબાદ સરઘસ દરમિયાન રાજપાના અગ્રણીઓ દ્વારા રાજકોટ શહેરના તાત્કાલીન મેયર અને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર પર પથ્થરમારો અને સુત્રોચ્ચાર કરવાના ગુનામાં કશ્યપ શુકલ, વિજય ચૌહાણ સહિત શખ્સો સામે વિજયભાઈ રૂપાણીએ પ્ર.નગર પોલીસ મથકમાં ૧૯૯૭ વર્ષમાં ફરિયાદ નોંધાવેલી.

અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કોર્ટ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા અદાલતે મુખ્યમંત્રી અને કેસના ફરિયાદી વિજયભાઈ રૂપાણીને કોર્ટમાં હાજર રહેવા પાઠવવામાં આવેલું સમન્સ સરકાર પક્ષ દ્વારા રિકોલ કરવાની અરજીની આજરોજ ધરવામાં આવેલી સુનાવણીમાં પોલીસે કોર્ટને સમન્સ પરત આપી કોર્ટ રિપ્રોસેસ કાર્યવાહી કરી નથી. કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી બીન અન્ય સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલના સંજોગોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોર્ટમાં હાજર રહેવામાંથી મૂકિત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.