ગૌ મુત્ર આધારિત દવાઓની લેબોરેટરીનું ઉદઘાટન
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે આવેલ જી ગૌશાળાની મુલાકાત લીધી હતી. અહિં તેમણે ગૌ-માતાનું પૂજન કરી ગૌમુત્ર આધારીત દવાઓની લેબોરેટરીનું ઉદધાટન કર્યું હતું. ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સ્મૃતિચિન્હ આપી બહુમાન કરેલ હતું.
રાજયમાં ગૌ વંશ હત્યા પર પ્રતિબંધ ફરમાવતો કાયદો ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ પારીત યા બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા તેમને વિધેયાત્મક પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગૌ સંરક્ષણ અને સંવર્ધનનું કામ વિશેષ રીતે ાય છે. તે પૈકી અહિંના જામનગર રોડ ઉપર આવેલી જી ગૌશાળામાં ૧૭૦૦ી પણ વધુ ગાયમાતાઓનું લાલન-પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ આ ગૌશાળાની મુલાકાત લીધી ત્યારે આ પ્રવૃતિી અતિપ્રભાવિત યા હતા. જી ગૌશાળા દ્વારા ગૌ આધારીત વિવિધ રોગો માટે ચિકિત્સા પધ્ધતિ પણ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આ લેબોરેટરીનું ઉદધાટન કરવામાં આવેલ હતું. ટ્રસ્ટી દાસભાઇ સહિતનાઓ દ્વારા મુખ્યમંત્રીને આવકાર આપી બહુમાન કરવામાં આવેલ હતું. ઉક્ત કાયદો પસાર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ વેળાએ ચેરમેન વલ્લભભાઇ કીરીયા, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, પ્રતિક સંઘાણી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.