રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આમ્રપાલી ફાટક પાસે પં.દીનદયાલ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે, વેજા ગામમાં શૈક્ષણિક સંસનું લોકાર્પણ કરશે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તા.૧૯ને બુધવારે રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ રાજકોટ શહેર શહેર અને વેજા ગામમાં યોજાયેલા ચતુર્વિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી બપોર બાદ ૪.૨૦ વાગ્યે આમ્રપાલી ફાટક પાસે પંડિત દીનદયાલ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનું ઉદઘાટન કરશે. રાજયના તમામ તાલુકા મકે દર્દીઓને સસ્તા ભાવે દવા આપવાના હેતુી જેનરિક દવા સ્ટોર શ‚ કરવાનું રાજય સરકારનું તબક્કાવાર આયોજન છે, એ નિર્ધારના ભાગ‚પે રાજકોટ શહેરમાં વધુ એક સ્ટોર ઉદઘાટન કરવામાં આવશે. એ બાદ ૪.૪૫ વાગ્યે રેલનગર ઓવરબ્રિજના લોકાર્પણ સમારોહમાં તેઓ ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઓવરબ્રિજનું નિર્માણ યું છે. મુખ્યમંત્રી બાદ સાંજના ૬ વાગ્યે વેજા ગામમાં જયપાલસિંહ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.
રાજકોટના શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે એ નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી સાંજે સાત વાગ્યે કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જાણીતા ગાયક દર્શન રાવલ શહેરીજનોને કંઠના માધુર્ય વડે ડોલાવશે.