kutch News : માંડવીને” રેલવેની સુવિધા” આપવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર હરિરામ રાવ અને તેમની ટીમે રવિવારે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરી.
કચ્છ મોરબીના સક્રિય કાર્યશીલ સાંસદ સભ્ય વિનોદ ચાવડાના સક્રિય પ્રયત્નો અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની રજૂઆતથી માંડવીને “રેલવેની સુવિધા “આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ ઓપરેશન મેનેજર એડમીન હરિરામ રાવ (આઈ .આર. ટી. એસ.)એ તા. 24 /11 ને રવિવારના સવારના માંડવીની મુલાકાત લીધી હતી.
માંડવીના વર્ષો જુના, માંડવીને “રેલવેની સુવિધા” આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલ દોશી (ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ), મંત્રી દિનેશ મણીલાલ શાહ (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા), ઉપપ્રમુખ દીપક પંડ્યા (કચ્છ માઈન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ )બીજા ઉપપ્રમુખ લિનેશ શાહ (માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ),ખજાનચી ભરત કપ્ટા (બુલીયન એસોસિએશનના પ્રમુખ) તેમજ સભ્યો ચંદ્રસેન કોટક (ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી) તથા દિનેશ કોટક અને કેયુર કોટકના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી માંડવી આવેલા ચીફ ઓપરેશન મેનેજર એડમીન હરિરામ રાવ (આઈ .આર. ટી. એસ.) સમક્ષ એક કલાક સુધી વિગતે રજૂઆત કરી હતી અને ડેટા (વિગતો )પૂરી પાડી હતી.
તેમજ રજૂઆતના પ્રત્યુતરમાં હરિરામ રાવએ જણાવ્યું હતું કે,માંડવીને” રેલવેની સુવિધા” આપવા ભારતના રેલવે મંત્રાલયે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ( ડી .આર.ટી.) તૈયાર કરી દિધેલ છે. માત્ર ડેટાની પૂર્તતા કરવા ભારતના રેલવે મંત્રાલયે મને માંડવી મોકલાવેલ છે્ તેમણે વધુમાં જણાવ્યું હતું કે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના તમોએ ડેટા આપેલ છે. તેથી મને સંતોષ થયો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે માંડવીને” રેલવેની સુવિધા” આપવાથી, માંડવીનો વિકાસ થશે એટલું જ નહીં, રેલવેને અને આમ જનતા ને પણ ફાયદો થશે.
માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે હરિરામ રાવ સાહેબને પાઘડી પહેરાવી, શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી મહેશભાઈ તીર્થાણી મુલાકાત માટે સહયોગી રહ્યા હતા. આ મુલાકાતમાં ભુજ રેલવે કોમર્શિયલ ઇન્સ્પેક્ટર શ્રી પંકજકુમાર સાથે રહ્યા હતા. પ્રારંભમાં કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ દિલ્હી થી માંડવી આવેલ હરિરામ રાવ સાહેબ અને તેમની ટીમ ને આવકાર આપી, માંડવીને રેલવેની સુવિધા માટે ના વિગતવાર કારણો રજૂ કર્યા હતા. કાઉન્સિલના દીપકભાઈ પંડ્યા અને ભરતભાઈ કપ્ટાએ દ્રષ્ટાંતો સાથે રાવ સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી.
મુલાકાતના અંતે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશ શાહે,માંડવીને “રેલવેની સુવિધા “આપવા દિલ્હીથી ઘર – આંગણે માંડવી આવી, માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળવા બદલ રાવ સાહેબ અને તેની ટીમનો આભાર માન્યો હતો.
તેમજ માંડવીને “રેલવેની સુવિધા” આપવા દિલ્હીથી માંડવી આવેલ હરીરામ રાવ (આઈ.આર.ટી.એસ.)નું સન્માન કરતા માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો હતા.