જેતે ક્ધસલ્ટિંગ એજન્સી અને સીટી ઇજનેરને તાકીદે રસ્તાની પરિસ્થિતિ અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ આપવા તાકીદ
મોરબી : રામભરોસે ચાલતી મોરબી નગર પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરવૈયાના આગમન બાદ તંત્ર ચેતનવંતુ બન્યું છે, હલકી ગુણવત્તાના સીસી રોડની વ્યાપક ફરિયાદનો મુદ્દો હાથ પર લઈ ચીફ ઓફિસર સરૈયાએ ૨૦ કોન્ટ્રાક્ટરોને ધડાધડ નોટિસ ફટકારી ઇજનેરોને પણ આવા રોડ રસ્તાના ફોટા સાથેના રિપોર્ટ તાકીદ આપવા હુકમ કરતા નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ગેરંટી પિરિયડ વાળા સીસી રોડ તૂટી ગયાની વ્યાપક ફરિયાદને પગલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કોન્ટ્રકટરોને ગેરંટી પિરિયડ યાદ કરાવી આવા નબળા કામ જ્યાં જ્યાં થયા હોય તેવા રસ્તા તાકીદે રીપેર કરવા કડક સૂચના આપી ૨૦ જેટલા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સીસી રોડના કામ કરનાર અજય ક્ન્સ્ટ્રકશન, રાજશક્તિ ક્ન્સ્ટ્રકશન, બજરંગ અર્થ મુવર્સ, રાધે શ્યામ ક્ન્સ્ટ્રકશન, મારૂતી ક્ધસ્ટ્રક્શન, સત્યમ ક્ન્સ્ટ્રક્શન, યોગીતા ક્ન્સ્ટ્રકશન, પુજારા ક્ન્સ્ટ્રકશન, ઓલ વેલ પ્રોજેક્ટ, અલ્પેશ પી.૫ટેલ, ગાયત્રી ક્ન્સ્ટ્રકશન એન.ડી.મકવાણા, મીરા ક્ન્સ્ટ્રકશન, રિઘ્ઘી ક્ન્સ્ટ્રકશન, વ્રજ ક્ન્સ્ટ્રકશન, હિન્દુસ્તાન પ્રોજેકટ, કુળદેવી કૃપા ક્ન્સ્ટ્રકશન સ્થાપત્ય ક્ન્સ્ટ્રકશન, દેવ એન્જીનીંયર અને એરીસ ઈન્ફ્રા ટેક સહિત ૨૦ પેઢીઓને સી.સી.રોડના નબળા કામ તેમજ આ પેઢીઓ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓના ફોટોગ્રાફ સહિતના રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં કોન્ટ્રાક્ટરોની સાથે સાથે ચીફ ઓફિસર દ્વારા જે તે ક્ધસલ્ટિંગ એજન્સી અને સિવિલ એન્જીનીયર મોરબી પાલિકાને પણ સીસી રોડના નબળા કામ અંગેનો રિપોર્ટ તૈયાર કરી જે જે રસ્તાઓ ગેરંટી પિરિયડમાં છે ત્યાં રસતાને નુકશાન થયુ હોય તો આવા કિસ્સામાં તાકીદે રસ્તા રીપેર કરવા પણ હુકમ કર્યો હતો.