મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડનું કામ ઝડપી અને સમય મર્યાદા થી પણ વહેલા પૂર્ણ કરવા અંગે સતત માર્ગદર્શન તેમજ સુપરવીઝન થતું રહે તેવા હેતું થી ૩૯ ડીગ્રી તાપમાન માં માથું ફાડી નાખે તેવા તડકામાં મોરબી નગરપાલિકાના યુવા ચીફ ઓફિસર ગીરીશભાઈ સેરૈયા જહેમત ઉઠાવી રહ્યા છે.
મોરબીનો અયોધ્યાપુરી મેઈન રોડ ટ્રાફીક વાળો રોડ હોય તેમજ નાના દુકાનદારોને રોડના કામકાજ દરમિયાન રોજગારીમાં વધું સમય તકલીફ ન પડે અને વહેલા રોડનું કામ પુર્ણ થાય તેથી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સતત સક્રીય રીતે ત્યાં સ્થળ પર ઉપસ્થિત રહે છે. આજે તેઓની સાથે જીલ્લા ભાજપ અધ્યક્ષ રાધવજીભાઈ ગડારા તથા મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઈ લોખીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.