મુખ્યમંત્રીનો મત વિસ્તાર ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) ઉપર રાજયભરની નજર છે. આ બેઠક પામવા તમામ રાજકીય પક્ષો પ્રયત્નો કરી રહ્યા છે. પ્રથમ દિવસે જ ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) બેઠકની ઉમેદવારી નોંધાવવા માટે ૨૯ ઉમેદવારીએ ફોર્મ મેળવ્યા છે.૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા માટે કુલ ૨૯ ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. જેમાં રીપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના બે ઉમેદવારો પ્રવિણ દેગડા અને પંકજ ચુડાસમા તેમજ બહુજન સમાજ પાર્ટીંના ઉમેદવાર મહેશ મનસુખભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૬ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોમાં ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) માટે સૌથી વધુ ફોર્મનો ઉપાડ થયો છે.રાજકોટ જિલ્લાની અન્ય બેઠકોની સરખામણીએ ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) માટે બમણી માત્રામાં ઉમેદવારોએ ફોર્મ લીધા છે.
Trending
- આખો દિવસ ભૂંગળા પહેરીને તો બેસો છો…ક્યારેક સાફ પણ કરી લેજો
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી કર્યા સન્માનિત
- અટલજીના જન્મ દિવસે પૂષ્પાંજલી સાથે સેવાયજ્ઞનો સમન્વય
- શા કારણે અનિલ કપૂર ત્રણ-ત્રણ દિવસ સુધી નાહતો નોહતો
- પીડોફિલિયા વિકૃતિ સ્ત્રીઓની તુલનાએ પુરૂષોમાં સૌથી વધુ: સર્વે
- સુરત: ઓનલાઈન મોબાઇલ એસેસરીઝનો વેપાર કરનારનું અપહરણ કરનાર 3 ની ધરપકડ
- પોરબંદર: જેતપુરના પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટના વિરોધમાં બંધ પાળવામાં આવ્યું
- સુરત: શહેર પોલીસ 31st ડીસેમ્બરને લઈને એક્શન મોડમાં