દરિયાકાંઠા થી ૧૦ કી.મી ના વિસ્તારમાં કાચા મકાનો અર્ધપાકા ને પાકા મકાનો સહિત નિચાણવાળા વિસ્તારના તમામ લોકોનું ફરજીયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટમાં હવાલો સંભાળ્યો
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંભવિત વાયુ વાવાઝોડાના ખતરાને લઈને રાજય સરકાર સતર્ક છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત રાત્રે મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક ઉચ્ચ કક્ષાની મીટીંગ યોજી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આજે મળનારી કેબીનેટની બેઠકને રદ કરવામાં આવી છે. તમામ મંત્રીઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી જિલ્લા વહીવટી તંત્રનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. રાજયના સાંસદોની મુખ્યમંત્રી સાથે મળનારી બેઠક પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
આજે સમગ્ર દિવસ દરમિયાન મુખ્યમંત્રી ગાંધીનગરથી તમામ અધિકારીઓ સાથે સંપર્કમાં રહી પળે પળની માહિતી મેળવી માર્ગદર્શન આપશે. રાજય સરકારનો સ્ટેટ ડિઝાસ્ટર ક્ધટ્રોલ રૂમ, મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્ય સચિવ સહિતના તમામ લોકો સંભવિત વાવાઝોડાના ખતરા સામે લોકોને સુરક્ષીત રાખવા સજજ બન્યા છે.
ગુજરાતમાં વાવાઝોડા વાયુની સંભવીત આફતને પગલે નુકશાની આંક ઝીરો ડેઝયુલીટી માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકાર સાબદે બની છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સંભવિત વાયુ વાવાઝોડા ની તિવ્રતા જોતા સૌરાષ્ટ્ર ના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠા થી ૧૦ કી.મી ના વિસ્તારમાં કાચા મકાનો અર્ધપાકા ને પાકા મકાનો સહિત નિચાણ વાળા વિસ્તાર ના તમામ લોકો નું ફરજીયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરો ને સ્પષ્ટ સૂચના આપી છે તેમણે આ તમામ જિલ્લામાં લોકો ના સલામત સ્થળે શિફટીંગ ને ટોચ અગ્રતા આપવા સૂચનાઓ કરી હતી અને આજે બપોરે ૩ વાગ્યા સુધી માં આ કાર્યવાહી પૂર્ણ કરવા તાકીદ કરી છે તેમણે કહ્યું કે મોટા ભાગે આજે મધ્ય રાત્રી એ આ વાયુ વાવાઝોડું ગુજરાત ના સમુદ્ર કાંઠે કલાક ના ૧૨૦ કી.મી ની પવન ગતિ સાથે ત્રાટકશે જેની ગતિ ૧૫૫ કી.મી સુધી જવાની સંભાવના છે તેમજ દરિયા માં મોજા પણ ૭ થી ૮ ફુટ ઊંચા ઉછળવાની શક્યતા જોતાં રાત્રે પણ સંપૂર્ણ સતર્કતા થી કાર્યરત રહેવા સૂચના જિલ્લા તંત્ર વાહકો ને આપી હતી
મુખ્યમંત્રી એ સૌરાષ્ટ્ર ના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં જરૂર જણાયે કડક હાથે કામ લઈને પણ શિફટીંગ માટે ખાસ સૂચનાઓ આપતા કહ્યું કે ઓછામાં ઓછું જાન માલ ને નુકશાન થાય એ રીતે ઝીરો ટોલરન્સ થી આ આપદા સામે આપણે પુરુષાર્થ કરવાનો છે. મુખ્ય મંત્રી એ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માંથી વીડિયો કોન્ફરન્સ માધ્યમ થી જિલ્લાઓ સાથે યોજેલી આ આપાત કાલીન બેઠક માં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ ડો જે એન સિંહ સહિત વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી ફરજ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જીલ્લા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ૧૩ અને ૧૪મી જુનના દિવસો દરમિયાન સેના અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ને સાબદે કરવામાં આવ્યા છે. ગુજરાતના બંદર અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમરે જણાવ્યું હતું કે દરેક બંદર પર ડિઝાસ્ટર તંત્રને સાબદે કરી દેવામાં આવ્યું છે.
અમે દરેક બંદર પર પાવર જનરેટરની વ્યવસ્થા અને જહાજ અને ફેરીને અટકાવી દઇ તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. રાજયના હવામાન વિભાગના ડાયરેકટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે વાયુની અસર પોરબંદરથી મહુવા અને વેરાવળથી દિવ સુધી સવિશેષ રહેશે ૧ર૦ થી ૧૩પ કી.મી. ની ઝડપે પવન ફુંકાશે. દરિયામાં ગયેલા માછીમારોને તાકીદે પાછા બોલાવી લેવામાં આવ્યા છે. બંદરો પર બે નંબરના સિગ્નલે લગાવી દેવામાં આવ્યા છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને જુનાગઢમાં તા. ૧૩-૧૪ દરમિયાન ભારે વરસાદ વાવાઝોડુ આવે તેવી સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિભાગે પર પણ અસર થશે.