- બનાસકાંઠાના થરાદમાં ભુપેન્દ્રભાઇ પટેલે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સંબોધી જાહેરસભા
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા 24 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવનાર છે જે પૈકી 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવાયા છે જે પૈકી બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સૌથી શકિતશાળી ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે. જેની સામે ભાજપના ઉમેદવાર નબળા પુરવાર થઇ રહ્યાં છે. આજે ગેનીબેનના ગઢ બનાસકાંઠાના થરાદમાં જંગી જાહેર સભા સંબોધી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સિંહ ગર્જના કરી હતી.
આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠાના થરાદના સરદાર પટેલ ફુટ માર્કેટ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસના ઉમેદવાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત બપોરે ધાનેરાના પાવર માર્કેટમાં બૃહદ બેઠકમાં હાજરી આપી હતી અને મતદારો સાથે સંવાદ કર્યુ હતું.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે દાહોદ, ગોધરા, બોડેલી અને સુરતના અલથાણાના ચુંટણી પ્રવાસે છે. દાહોદ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. પંચમહાલ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. અલથાણામાં ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા છે.