દુહા છંદની રમઝટ, હાસ્યરસ, જુના નવા ગીતો, લોક સાહિત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: જીબીઆના મેમ્બરો પરિવાર સાથે અંદાજે ૪ હજારની સંખ્યામાં જોડાશે: અધિવેશન પૂર્વે જનરલ બોર્ડ મીટીંગનું આયોજન, નવા હોદ્દેદારોની નિમણુંક કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઉજામંત્રી સૌરભ પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ-નાણા પંકજ જોષી, પ્રિન્સીપાલ સેક્રેટરી-ઉર્જા સુનૈના તોમર અને જીયુવીએનએલના એમ.ડી. શાહમીના હુસેન સહિતના મહેમાનો બનશે

જીબીઆ દ્વારા અંબાજી ખાતે આગામી તા.ર૮ ના રોજ જનરલ બોર્ડ મીટીંગ અને તા.ર૯ ના રોજ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે ઉદઘાટન થવાનું છે. આ વેળાએ મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉ૫સ્થિત રહેવાના છે. સાથે જીબીઆના મેમ્બરો અને તેમના પરિવારજનો મળીને કુલ ૪ હજાર લોકો હાજરી આપવાના છે. જીઇબી એન્જીનીયીર્સ એસો. એ એક ગુજરાત રાજયના વીજ ક્ષેત્રના ઇજનેરો અને અધિકારીઓનું સૌથી મોટું સંગઠન છે. ગુજરાત વિધુત  બોર્ડના સમયથી જુનાગડ ખાતે તા. ૧૭-૨-૬૯ ના રોજ રજીસ્ટર ટ્રેડ યુનિયન તરીકે સંગઠનની શરુઆત થયેલ.

વર્ષ ૨૦૦૫ માં જીઇબીમાંથી કંપનીકરણ થઇ સાત કંપનીઓમાં વિભાજન થતા ચાર ડીસ્ટ્રીબ્યુશન, એક જનરેશન એક ટ્રાન્સમીશન અને એક મુખ્ય કંપની ગુજરાત ઉર્જા નિગમ લી. નો ઉદભવ થયેલ. જીઇબીનું કંપનીઓમાં વિભાજન થયા છતાં જીઇબી એન્જીનીયર્સ એસો.નું સંગઠન એક જ રહ્યું અને હાલમાં ૫૬૦૦ ઇજનેરો અને અધિકારીઓની સંખ્યા ધરાવતું સંગઠન બનેલ છે.

ઇજનેરો, અધિકારીઓ, કર્મચારીઓની સંઘ ભાવના, સંગઠન અને રચનાત્મક અભિગમ દ્વારા ગુજરાત રાજયમાં ઉર્જા ક્ષેત્રે છેલ્લા વીસેક વર્ષથી વિકાસનો ગ્રાફ સતત ચઢી રહ્યો છે. હજુ પણ ઉર્જાક્ષેત્રે વિકાસની સરકારની પ્રથા મેનેજમેન્ટની કટિબઘ્ધતા રહેલી છે. ત્યારે જીબીઆના સભ્ય હરહંમેશ સકારાત્મક અભિગમ દાખવી રાજયના વિકાસમાં કદમ મિલાવી અગ્રેસર રહેશે.

download 1 3

ઇજનેરો- અધિકારીઓ, કર્મચારીઓએ વિષમ પરિસ્થિતિઓ જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ તથા દુષ્કાળમાં ખંતપૂર્વક ગુજરાત રાજયના નાગરીક તથા દેશહીતમાં કાર્ય કરેલું છે. ગ્રાહક સેવાને પરમો ધર્મ માનીને પોતાના કાર્યક્ષેત્રમાં ભગીરથ સેવા જીબીઆના સભ્યો બજાવે છે.

જીબીઆ સંગઠનનું ૨૬મું ત્રિવાર્ષિક અધિવેશન માં અંબાજી ધામ તેમજ જનરલ બોર્ડ મીટીંગનું આયોજન પવિત્ર પાવન ભૂમિ એવા અંબાજી ખાતે આગામી તા. ૨૮ થી ૨૯ ડીસેમ્બરના રોજ યોજવામાં આવેલ છે. આ અધિવેશનમાં જીબીઆ ના મેમ્બર પરિવાર સાથે આશરે ૪૦૦૦ ની સંખ્યામાં ભાગ લેશે. તા. ર૮ ને શનિવારના રોજ રાત્રે ૮ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગણેશ વંદના, દુહા છંદની રમઝટ હાસ્ય રસ, જુના નવા ગીતો લોક સાહિત્ય, લોક ગીતો, ભૈરવી જનનીના હૈયામાં અને રાષ્ટ્રગીતનું આયોજન કરેલ છે. જેના નામી કલાકારો હાજર રહી લોકોને મનોરંજન સાથે આપણી સંસ્કૃતિનો પરિચય આપશે.

gujrat cm

તા.ર૯ ને રવિવારના રોજ સવારના ૧૦ થી ૧ સુધી મુખ્ય કાર્યક્રમ રહેશે. જેમાં માનવંતા મહેમાનો મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ઉજામંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ અને ઉજા રાજય મંત્રી પ્રદિપભાઇ જાડેજા, પ્રમુખ સ્થાને ગોરધનભાઇ ઝડફીયા, પ્રમુખ જીબીઆ, અતિથિ વિશેષ પંકજ જોષી, આઇએએસ અધિક મુખ્ય સચિવશ્રી (નાણા) સુનૈના તોમર, આઇએએસ પ્રિન્સીપલ સેક્રેટર (ઉજા) શાહમીના હુશેન, આઇએએસ મેનેજીંગ ડાયરેકટર (જીયુવી એનએલ) ઉ૫સ્થિત રહેશે.

અધિવેશનને સંપૂર્ણ સફળતા મળે તે માટે જીબીઆ પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા, એલ.એ. ગઢવી, ક્ધવીનર, અધિવેશન કમીટી કોર કમીટીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીઓ છેલ્લા ઘણા દિવસોથી પુરજોશમાં મહેનત કરી તૈયારીઓ કરી રહેલ છે.દર ત્રણ વર્ષે જીબીઆ મેમ્બરો દ્વારા યોજાતા આ અધિવેશનમાં ઇજનેરો, અધિકારીઓ પરિવાર સાથે ઉ૫સ્થિત રહી એકબીજાને મળવાનું થતું હોય છે સાથે રહી સાંસ્કૃતિક કાર્યક્રમણો માણતા હોય છે મહાનુભાવોના આદર સત્કાર સાથે પ્રવચનો પણ થતા હોય છે. ત્યારબાદ જીબીઆ મેમ્બરો જનરલ બોડી મીટીંગ તેમજ આગામી ત્રણ વર્ષ (૨૦૨૦-૨૦૨૨) માટે નવા હોદેદારો નકકી કરવા માટે સંપૂર્ણ લોકશાહી પઘ્ધતિથી ચુંટણી યોજાતી હોય છે. તેમ જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.