જીવદયા ઘર દ્વારા પૂ. યશોવિજયસુરીશ્વરજીની નિશ્રામાં
તાજેતરમાં જીવદયા ઘર આયોજીત જીવદયા અનુદાન સમારોહ અને મુખ્યમંત્રી સન્માન કાર્યક્રમ જ્ઞાન જયોતિધર આચાર્ય ભગવંત પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં કરવામાં આવેલ હતો.
આપ્રસંગે અમદાવાદ પાંજરાપોળ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના શ્રેષ્ઠીવર્ય સંવેગભાઈ લાલભાઈ તરફથી કચ્છમાં હજારો દુષ્કાળ પીડિત પશુઓને ઢોરવાડાઓ દ્વારા બચાવવા માટે જેઓ પોતાનું યોગદાન આપી રહેલ છે. એવી વર્ધમાન પરિવાર મુંબઈને રૂ. બે કરોડનીક માતબર રકમનું દાન જીવદયાપ્રેમી, શ્રાવક રત્ન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપવામાં આવેલ હતુ
આ શુભ પ્રસંગે જ્ઞાન જયોતિધર આચાર્ય ભગવંત પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા.એ ફરમાવેલ કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જીવદયાના કાર્યો કરી અનેક અબોલ જીવોને અભયદાન આપેલ છે. તેની સાથે સાથે તેઓએ જીવતા પશુઓની નિકાસ બંધી કરવાને પાંજરાપોળ ગૌશાળાઓને કાયમી ધોરણે રૂ.૩૦ પ્રતિદિન પ્રતિ પશુ સબસિડી આપવા પ્રેરણા કરેલ હતી અને સીએમમાંથી પીએમ બનવા જબરજસ્ત પૂણ્ય ઉપાર્જન કરવું પડશે એવું જણાવેલ હતુ.
એનિમલ વેલ્ફેર બોર્ડના સક્રિય સભ્ય રાજેન્દ્રભાઈ શાહે જીવદયાના દરેક કાર્યોમાં પ્રોત્સાહિત કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પોતાના ઉપકારી તરીકે સ્વીકારી તેઆનું આ.ભ.પૂ. યશોસૂરિશ્વરજી મ.સાના પીઠીકા તપ આરાધનાના ખાસ વાક્ષેપ અને મંત્રોચ્ચાર કરેલ સુવર્ણ રક્ષા પોટલી બાંધી મુખ્ય મંત્રીનું અદકેરૂ સન્માન કરેલ હતુ.
અમદાવાદ પાંજરાપોળ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના શ્રેષ્ઠીવર્ય સંવેગભાઈ લાલભાઈ બંસીભાઈ પટેલ, ગૌતમભાઈ શાહ, દિનેશભાઈ પટેલ, વર્ધમાન પરિવાર મુંબઈના સર્વ કેસરીચંદજીભાઈ મહેતા, અતુલભાઈ શાહ, જીતુભાઈ ડી. શાહ, પ્રકાશભાઈ શાહ, દેવચંદભાઈ મહેતા, હિરેનભાઈ શાહ વિગેરે દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુ.આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય અંજલીબેન રૂપાણી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાનુબેન બાબરીયા, નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, જીતુભાઈ કોઠારી ભીખાભાઈ વસોયા, દર્શિતાબેન શાહ, મનીષભાઈ ભટ્ટ, મનોજકુમાર અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રી, બંછાનીધી પાની જનકભાઈ કોટક, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.