ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરના હસ્તે કેમેરાનું લોકાર્પણ કરાયું
રાજય સરકારની ‘સેઈફ એન્ડ સિકયોર ગુજરાત’ યોજના સાથે કદમ મિલાવવાના ભાગ‚પે વોર્ડ નં.૨માં રૈયા રોડ પાસે આવેલ જીવનપ્રભા કો.ઓપ.હા.સો.લિ. સોસાયટીની સુરક્ષા માટે સોસાયટીમાં 1,70,550 ખર્ચે, ૧૨ સીસીટીવી કેમેરા ધરાવતી, રેકોર્ડિંગની સગવડ સહિતની કેમેરા સિસ્ટમ રાજકોટ-૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ગ્રાન્ટમાંથી મુકવામાં આવી છે.
જેનું લોકાર્પણ ડે.મેયર તથા વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સોસાયટીના ડો.કવિતાબેન ગોસ્વામી, હિમાલીબેન ‚પારેલીયા, સંજીવ ગુપ્તા દ્વારા આમંત્રિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વ હેઠળની સરકાર પ્રગતિશીલ, ગતિશીલ, નિર્ણાયક, સંવેદનશીલ સંકલ્પ સાથે કામ કરી રહી છે અને ખુબ જ ટુંકાગાળામાં અનેક લોકોપયોગી નિર્ણયો કરવામાં આવેલ છે. જેને કારણે જ રાજકોટ શહેર ‘સ્માર્ટ સિટી’ તરીકેની ઓળખ મેળવી શકયું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાયદો, વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, સુરક્ષા જળવાય તે માટે શહેરમાં મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા મુકવામાં આવનાર છે ત્યારે જીવનપ્રભા સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા પોતાની સોસાયટીઓમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે તેમજ આ સોસાયટી દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી.
આ પ્રસંગે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ કે, શહેરીજનોને પ્રજાલક્ષી તમામ સગવડો મળી રહે, શહેરમાં સુખાકારી જળવાઈ રહે તેમજ શહેરભરમાં સર્વાંગી વિકાસ કામો અમલી બને તથા શહેરમાં ખરા અર્થમાં ‘સ્માર્ટ સીટી’ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ ખભેખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે.
આ સોસાયટીના પ્રમુખ વી.જે.શીંગાળા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી, આવકાર આપવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન ડો.કમલ ગોસ્વામીએ કરેલ. તેમજ પ્રાસંગિક ઉદબોધન હરીશ ‚પારેલીયા દ્વારા કરવામાં આવેલ હતું.અંતમાં સંજીવ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.