મુખ્યમંત્રીએ દત્તક લીધેલા વોર્ડ નં.૯માં વિજયભાઇની ઘી તુલા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે દત્તક લીધેલા રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર નવમાં તેમની ઘી તુલા કરવામાં આવી હતી. તૂલામાં ઉપયોગમાં લેવામાં આવેલું ઘી અના આશ્રમ, બાલાશ્રમ તા આંગણવાડીને દાનમાં આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સો તેમણે યુએલસી ફાજલ જમીન પર રહેણાંક હેતુના બાંધકામને અધિકૃત કરતી સનદોનું ૧૮૦ પરિવારોને વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોના ઉતન માટે કામ કરી રહી છે. ગરીબોનો ઉત્કર્ષ એ જ રાજ્ય સરકારનો ધ્યેય છે અને એ માટે મક્કક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના કી ગરીબો પગભર બની રહ્યા છે. આગામી જૂન માસી શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અમલી બનવા જઇ રહી છે. જેમાં માત્ર રૂ. ૧૦માં શ્રમિકોને ભોજન આપવામાં આવશે, આગામી દિવસોમાં રાજકોટને નિયમીત ર૦ મીનીટ પાણી મળશે તેવી ખાતરી આપી હતી.
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનતા આરોગ્ય સેવામાં વધારો શે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું અને વોર્ડ નંબર નવમાં કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો વર્ણવી હતી.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ યોજનાઓના લાર્ભાીઓને તેમના લાભો અને સહાયોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગોને વ્હિલ ચેર આપવામાં આવી હતી. વિવિધ યુવક મંડળો દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું.
જીતુભાઇ કાટોડિયા દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મેયર જૈમનભાઇ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રૃવ, નીતીનભાઇ ભારધ્વાજ, કમલેશભાઇ મીરાણી, મ્યુ. કમિશનર બંછાનીધી પાની, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.