રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન(જિઓ)ના રાજકોટ ચેપ્ટરનો શુભારંભ કરાવ્યો હતો. જૈન સમાજ વેપાર-વાણિજ્ય ક્ષેત્રમાં ટોચ પર હોય, તો તેમનો સમાજ શાસન અને વહીવટમાં કેમ આગળ પડતો ન બની શકે, તેવો મનનીય પ્રશ્ન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉદબોધનમાં રમતો મુકયો હતો, અને જૈનોને મુખ્ય પ્રવાહ ઉપરાંત, રાજય વ્યવસમાં પણ સક્રિયપણે સામેલ થવા હાકલ કરી હતી.
યોજાયેલા આ કાર્યક્રમમાં જૈન યુવાનોને ઇન્ડિયન સિવિલ સર્વિસીઝમાં જોડાવા માટેની પધ્ધતિસરની તાલીમ આપતી સંસનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન યુવાનોને આ સંસના માધ્યમી વ્યાવસાયિક અભિગમ સોની તાલીમ પુરી પડવા સંચાલકોને ટકોર કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના યુવાનો પાસે વૈશ્વિક પડકાર ઝીલવાની ક્ષમતાની અપેક્ષા સેવી હતી. અને આ બારામાં રાજય સરકારના તમામ સહકારની ખાત્રી પણ ઉચ્ચારી હતી. જૈનનું સંતાન વેપાર જ કરે, એવી વંશ પરંપરાગત માન્યતાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રવચનમાં છેદ ઉડાડતાં કહયું હતું કે, આજના પડકારલક્ષી સમયમાં કૌશલ્ય આધારિત કારકીર્દિ વિકસાવવી જ પડશે, નહિંતર સમય સો તાલ મિલાવી શકાશે નહીં.
દેશની અગ્રણી વ્યવસાયી સંસઓની કુશળ કર્મચારીઓની જરૂરતનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ જરૂરત જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન(જિઓ)ના પુરી કરશે, તેવો આશાવાદ સેવ્યો હતો. અને સ્વરાજી સુશાસન તરફ પ્રેરિત થવા જૈન યુવાનોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના જૈન યુવાનોને દેશના મુખ્ય પ્રવાહમાં મક્કમ મનોબળ, દ્રઢ નિશ્ચય અને સંપૂર્ણ સમર્પણ સો જોડાવાનું ઇજન પઠવ્યું હતું, અને આ માટે કોઇ પણ પ્રકારની કસર ન રાખવા પણ ઉમેર્યું હતું. અગ્રણી જૈન સંતશ્રી નમ્રમુનિ મહારાજના આશીર્વચનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇનું એપેકસ ઇન્ડીયાના ડાયરેકટર્સ ગણ તરફી સ્મૃતિચિહ્નન આપી સ્વાગત કરાયું હતું. ચંદ્રકાંતભાઇ શેઠે સ્વાગત પ્રવચનમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જિઓના ગઠનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જૈન સંત નમ્રમુનિ મહારાજના નવકારમંત્ર ઉચ્ચારણી કાર્યક્રમનો શુભારંભ યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ તકતી અનાવરણ કરી જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (જિઓ)ના રાજકોટ ચેપ્ટરનો શુભારંભ કરાવ્યો હતો. જાણીતા બાળ હાસ્ય કલાકાર જય છનીયારાએ શ્રોતાઓને તેની કલાના કામણી રસતરબોળ કરી મુકયા હતા.
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન મુંબઇ તરફી જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન રાજકોટને રૂ. એક કરોડ આઠ લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જે મુખ્યમંત્રીએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છ જિઓના નવનિયુકત ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રમુખો મેહુલભાઇ શાહને જિઓના રાષ્ટ્રીય પ્રમુખ ધેવરચંદ વોરાએ પદના શપ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇએ મોદી શાળા સંકુલના સપક રશ્મિકાંત મોદી તા તપસ્વી સ્કુલના સંચાલક અવિનાશભાઇનું સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આ બંને શાળાઓમાં કુલ ૮૦ જૈન બાળકોને નિ:શૂલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ પ્રસંગે નયન પદ્મસાગર સ્વામીનો ખાસ સંદેશો પ્રસારિત કરાયો હતો, જેને મુખ્યમંત્રી તા મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, તા નીતિનભાઇ ભારદ્વાજ, જૈન સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્તિ રહયા હતા.
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ના પ્રેસીડન્ટ ઇશ્ર્વરચંદ બહોરાએ જણાવ્યું હતું કે અમે રાજકોટમાં ચેપ્ટર ચાલુ કરયું તેની અમને ખુબ ખુશી છે. જીઓના દેશભરમાં ૪૦ થી વધુ ચેપ્ટરો કાર્યરત છે. અને ભારતભરમાં ૧૦૦ ચેપ્ટર ચાલુ કરવાનું અમારું લક્ષ્ય છે. જૈનના ચારેય સમુદાયને સાથે રાખીને અમે ચાલી રહ્યા છીએ.
વધુમાં જીઓ એપેક્ષ (ના જનરલ સેક્રેટરી) પ્રકાશ ચોપરાએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના ૨૬૦૦ વર્ષ પછી કોઇ ઐતિહાસિક કાર્ય થયું હોય તો ૪ ફિરકાઓને એક પ્લેટફોર્મ પર સાથે લવવાનું કાર્ય પરમપૂજય ગુરુદેવ પદમસાગર મહારાજ કરી રહ્યા છે. શ્રાવક પોતે જયા સુધી તે ધર્મ કાર્ય સારુ કાર્ય કરી ન શકે તે ઉદ્દેશને ઘ્યાનમાં લઇને જીઓની સ્થાપના કરવામાં આવી હતી. ર૦ વર્ષ પહેલા અમદાવાદથી જૈન સંસ્થાના નામથી આ સંસ્થાની શરુઆત કરવામાં આવી હતી. અને આગળ જતાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનું વિશાળ અમરેલા નેટવર્ક તૈયાર થયું જીઓમાં ૩૦ લાખ લોકો જોડાયેલા છે. અને મેડીકલ સેટમાં ૬૦૦ કરોડનું સઘ્ધિ થઇ ગયા છે.
વધુમાં જનરલ સેકેટ્રરી એ સી.વી. શાહ જણાવ્યું હતું કે વિશ્ર્વમાં જૈનોનો ધાર્મિક, આર્થિક, સામાજીક, વિકાસ થાય તે માટે જીઓની રચના કરવામાં આવી છે. રાજકોટમાં જયારે અમે ચેપ્ટર ઓપન કરવા જઇ રહ્યા છીએ ત્યારે અમને સો ટકા ખાત્રી છે કે રાજકોટની પજા આ પ્રસંગને વધાવી લેશે અને ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરશે.
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ડાયરેકટર શૈલેષ મોદીએ જણાવ્યું હતું કે, અમારા માટે ગૌરવની વાત છે કે અમે આજે રાજકોટ ચેપ્ટર ઓપનકરી રહ્યા છીએ. આઇ.પી. અને આઇ.પી.એસ. માટે દિલ્હી ખાતે અભે કોચીંગ કલાસ ચલાવીએ છીએ અમે આશા રાખીએ છીએ કે રાજકોટથી દર વર્ષ ૧૦ છોરા-છોકરીઓ આઇ.પી. અને આઇ.પી.એસ. માટે આગળ આવે. જીઓ અંતર્ગત ૩૦ થી ૩પ અલગ અલગ સ્કીમો કાર્યરત છે. ત્યારે રાજકોટ ચેપ્ટરથી ફકત રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રભરના જૈનોને ઘણો ફાયદો થશે. લંડનમાં પણ અમે ખુબ મોટું જૈન મંદીર બનાવી રહ્યા છીએ. જીઓ ભારત તથા વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ખુબ કાર્યરત છે.
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રાવક આરોગ્યમ, આઇ.એ.એસ., આઇ.પી.એસ. ટ્રેનીગ સેન્ટર, સંસ્કાર યુકત શિક્ષણ, બિઝનેસ બેન્કલોન સ્કીમ, જૈન એડવાઇ. કાર્ડ, પોલીટીકલ અપલીફટમેન્ટ, બીઝનેસ નેટવકીંગ તથા મેટરોમોનીય જેવી અલગ અલગ સ્કીમો આપવામાં આવે છે.
જીઓ-ગુજરાતના રાજુભાઇ કેસ્ટ્રોલ પ્રમુખ જીઓ ગુજરાત પોતાના ઉદબોધનમાં સમગ્ર વિશ્ર્વમાં વસતા જૈનોની એકતા પર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજકોટના આંગણે પ્રથમવાર વિશ્વ કલ્યાણન ભાવનાને ઉજાગર કરતા પ.મૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિમહારાજ તથા પૂ. નમયહ્રાસાગરજી મહારાજની વિચારધારા અને વાણીનો મહાસંગમ રજાયો છે. પૂ. નયમહ્માસાગરજી મહારાજે વીડીયો કલીપ દ્વારા છેવાડાના ધાર્મિક સુધી જીઓની ટીમ પહોંચે અને જૈન શાસનનું ગૌરવ વધે તેવા કાર્યો કરવાની શીખ આપી હતી. જૈન સંસ્કૃતિએ હિદુ સંસ્કૃતિકનું અવિભાજય અંગ છે. તેમ અંતમાં જણાવ્યું હતુ૦.
મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવતા જૈન અગ્રણી મુકેશભાઈ શેઠ
અમદાવાદના જૈન અગ્રણી નૈતિક એન્ટરપ્રાઈઝના માલિક અને મીડીયા સાથે સંકળાયેલા એવા મુકેશભાઈ શેઠે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને શુભેચ્છા પાઠવી હતી.