હાલમાં જ્ઞાતિવાદના ધોરણે મુ.મંત્રી બને એવી માંગણીઓ તથા નિવેદનો થતાં રહે એ લાંબાગાળે નુકશાનકર્તા નીવડી શકે છે. કોઇપણ સમાજના આગેવાનો કયાં પક્ષમાંથી મુ.મંત્રી બનાવવા માગે છે જેની સ્પષ્ટતા કરતા નથી જેથી દરેક સમાજના લોકોમાં ગેરસમજણ ઉભી થાય અને ભાઇચારાનું વાતાવરણ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શકયતા રહેલી છે. દરેક સમાજના આગેવાનોમાં હિંમત અને તાકાત હોય તો કયા પક્ષમાંથી મુ.મંત્રી બનાવવા માગે છે. તેની સ્પષ્ટતા કરવી જોઇએ નહીં તો સમાજના લોકો કે આગેવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ.

જો વિરોધ પક્ષ સબળ નહીં હોય તો લોકશાહી કહેવા પુરતી: પૂર્વ ધારાસભ્ય બાંભણિયા

અન્ય પક્ષના આગેવાનોએ સમજણ પૂર્વકનું ગઠબંધન કરી મતોનું વિભાજન અટકાવવાની ખાસ જરૂર હોવાનો મત

ભાજપના નોટબંધી ઉઘોગ ધંધા કે સામાન્ય વર્ગના લોકોના પ્રશ્ર્નો સરમુખત્યાર, જેવું વલણ ખરીદ વેચાણના સોદા, કોઇપણ રીતે સતા મેળવવાની લાલસા, મોંધવારી, ભ્રષ્ટાચારી હડતાલ કે આંદોલન જેવા અનેક વહીવટી પ્રશ્ર્નોથી કંટાળી ગયા કે ગળે આવી ગયા છીએ એવું લાગતું હોય તો સરકારના અન્યાયકર્તા નિર્ણયો સામે જાગૃતીપૂર્વક સંગઠ્ઠીત થઇ તમામે વ્યાજબી પ્રશ્ર્નો બાબતે રજુઆત કરવાની કે વાચા આપવાની તાકાત કેળવવાની જરુરત છે કયાં સુધી જોયા કરશું.

જ્ઞાતિવાદ કે નાત જાતના વાડામાંથી બહાર નીકળી દરેક સમાજમાંથી સારા માણસો રાજકારણમાં સામેલ થાય અને ધારાસભ્ય  કે સંસદમાં જાય એ જરુરી છે. વિપક્ષ પણ મજબુત નહિ હોય તો લોકશાહી કહેવા પૂરતી ગણાશે, શાસકપક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આગેવાનો  (હોદેદારો) ના મોઢે પાર્ટીની શિસ્તના નામે તાળા દેવાઇ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં દેશને કે રાજયોને દેવાદાર થતા અટકાવવા તેમ જ લોકશાહી ટકાવવા તથા પ્રજા પરેશાન થત હોય ત્યારે ના ઘટક પરિવર્તનએ જ તેનો ઉકેલ હોય છે. અન્ય પક્ષના આગેવાનોએ આ માટે સમજણપૂર્વકનું ગઠ્ઠબંધન કરી મતનું થતું વિભાજન અટકાવવાની ખાસ જરુરી છે.

સારા પ્રમાણિક, નિષ્ઠાવાન, નિર્દોષ (ગુનેગાર નહીં તેવી) વ્યકિતઓને ધારાસભ્ય કે લોકસભામાં મોકલવા માટે ઇમાનદારી પૂર્વકના કોઇપણ  પ્રકારના પ્રલોભન વગરના પ્રયાસો અને મતદાન થાય એ જરુરી છે મુ.મંત્રી કે વડાપ્રધાન બનાવવાની મતદારોના હાથની વાત નથી બન્ને ગૃહના સભ્યો ઉપર આધારીત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.