૧૮મીએ દરેક જીલ્લા મથકે બાઇક રેલી: કાલથી બે દિવસ સુત્રોચ્ચાર આંદોલાત્મક દેખાવો
પડતર પ્રશ્ને રાજય સરકાર સામે આંદોલન ચલાવી રહેલા આરોગ્ય કર્મચારીઓ હવે આંદોલનને ઉગ્ર રુપ આપી રહ્યા છે.
આજે આરોગ્ય કર્મચારીએ તમામ મત વિસ્તારના સંસદસભ્ય અને ધારાસભ્યોને રૂબરૂ મળી પડતર પ્રશ્ને ટ્રાફીક કરશે.
ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારી મંડળના જીલ્લા પ્રમુખો, હોદેદારોની મળેલી તાકીદની બેઠકોમાં આંદોલનને વેગવંતુ બનાવવા કેટલાક નિર્ણય લેવાયા હતા.જેમાં આજે તમામ મત વિસ્તારોના ધારાસભ્ય તથા સાંસદસભ્યને જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ સંઘના લેટર પેડ પર આરોગ્યના પડતર પ્રશ્નો અંગે વાકેફ કરી રૂબરૂ આપવામાં આવશે. મુખ્યમંત્રી ગુજરાતના દરેક જીલ્લાના દરેક કેડરના દરેક કર્મચારીઓ મહાસંઘ દ્વારા આરોગ્યના પડતર પ્રશ્નો અંગે એક એક પોસ્ટકાર્ડ લખી વાકેફ કરવામાં આવશે.આવતીકાલથી બે દિવસ સુધી દરેક જીલ્લાના પોતાના દરેક તાલુકા વિભાજન કરી જીલ્લા પંચાયતમાં સુત્રોચાર અને આંદોલન અંગેના દેખાવો કરશે ૧૮મીએ દરેક જીલ્લા મથકે જીલ્લા મંડળ દ્વારા તમામ કર્મચારીઓની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અને રેલી બાદ સભાનું આયોજન કરેલ છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયા મહામંત્રી આર.ડી.ગોહીલ કન્વીનર એ.બી. સેજાણી ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.