વાઇબ્રન્ટ ગુજરાત : મુખ્યમંત્રી સાથે સાત IAS અધિકારીઓ પણ વિદેશ મુલાકાતે જશે
ગુજરાત ન્યુઝ
27મીથી 2 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી સાથે સાત આઈએએસ અધિકારીઓ પણ વિદેશ મુલાકાતે જશે, જાપાન અને સિંગાપોરના રોકાણકારો સાથે વાર્તાલાપ કરશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. જેમાં એક જાપાન તો બીજો દેશ છે સિંગાપોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિનિયર આઇએએસ અધિકારીઓ પણ વિદેશ પ્રવાસે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરશે. જ્યાં તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે.
તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ-એસીએસ પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના એસીએસ એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ ઇવેન્ટના આકાર અંગેના તેમના ઇનપુટ્સ માટે મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી રહી છે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સનું નિયમિત ફોર્મેટ, દેશો વચ્ચે સેમિનાર અને ચર્ચાઓ ચાલુ રહેશે, તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ.મુખ્યમંત્રીની સાથે અન્ય 7 અધિકારીઓ પણ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશ પ્રવાસે જશે. જેઓ 27મી નવેમ્બરે વિદેશ જવા રવાના થશે. મુખ્યમંત્રી જાપાન અને સિંગાપોરના ઉદ્યોગ રોકાણકારો સાથે વાર્તાલાપ કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડેલિગેશન અમેરિકા કે યુરોપિયન દેશોની મુલાકત લેશે તેમ મનાતુ હતુ. પરંતુ, પશ્ચિમના દેશોને બદલે પરંપરાગતપણે ગુજરાત સાથે દાયકાઓ જૂના સંબંધો અને મોટાપાયે મૂડીરોકાણ, ટેકનોલોજીમાં ભાગીદારી ધરાવતા પૂર્વ એશિયાના જાપાન જેવા મિત્ર દેશ પર મુખ્યમંત્રીએ પસંદગી ઉતારી છે.
મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે. ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેક્નોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મુડીરોકાણ કરાશે કર્તાઓને જાન્યુઆરીમાં યોજનાર વાઈબ્રન્ટ સમિટમાં પધારવા તેમજ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે, આમંત્રણ આપશે.