મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લઇને તેમને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાને ગુજરાતમાં આવી પડેલી આ કુદરતી આફતમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ-સહાયની ખાતરી મુખ્યમંત્રીને આપી હતી. વડાપ્રધાન આજે સાંજે ૪-૦૦ વાગે અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના હવાઇ નિરિક્ષણ માટે આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડાપ્રધાનશ્રી સાથે આ નિરિક્ષણમાં જોડાવાના છે.
ગુજરાતમાં જળપ્રલયની સ્થિતિ અંગે વડાપ્રધાનને વાકેફ કરતા મુખ્યમંત્રી
Previous Articleભગવાન ફક્ત મૂર્તિમાંજ નહીં સર્વત્ર છે: ડો. કૃષ્ણ ગોપાલજી
Next Article પ્રો કબ્બડ્ડી લીગના ૧૪૪ ખેલાડીમાંથી ૧૦૫ હરિયાણાના