રાજકોટ શહેર ભાજપે ફરી એક વાર ઈતિહાસ રચ્યો: રાજકોટ મહાનગર આઈ.ટી. સેલે દેશમાં ભાજપની કોઇપણ મહાનગર કે જીલ્લાની સૌ પ્રથમ સંપૂર્ણ મોબાઈલ એપ્લીકેશનની આપી ભેટ
ભારતના પ્રધાનમંત્રી તેમજ ગુજરાતને ત્રણ-ત્રણ મુખ્યમંત્રી આપનાર રાજકોટ શહેર ભાજપે દેશની ભાજપની સૌ પ્રથમ કોઇપણ જીલ્લા કે મહાનગરની પોતાની સંપૂર્ણ મોબાઈલ એપ્લીકેશન આપીને ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શનમાં તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજની પ્રેરણાથી રાજકોટ શહેર ભાજપ આઈ.ટી. સોશિયલ મીડિયાની ટીમ દ્વારા બનાવવામાં આવેલી RAJKOT BJP APP ને રાજકોટ ખાતે પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર ભાજપની આ તકનીકી પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આ યુગ ટેકનોલોજીનો યુગ છે અને દેશના પ્રજાજનો સ્માર્ટ ફોન અને અન્ય ડીજીટલ સર્વિસીઝનો સરળતાથી ઉપયોગ કરતા થઇ ગયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જયારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ થકી સમગ્ર દેશને વિશ્વ ફલક પર અવ્વલ સ્થાન અપાવવા પ્રયત્નશીલ હોય, ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા RAJKOT BJP APPબનાવી તેઓના વિચારને વેગ આપવાનું કાર્ય સરાહનીય છે. નરેન્દ્ર મોદી એપ તેમજ બીજી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સમાંથી પ્રેરણા લઈને બનાવેલી આ એપમાં ઘણા નવા ફીચર્સ છે અને સાથે સાથે યુઝર
ફ્રેન્ડલી પણ છે. તેઓએ જણાવ્યું હતું કે ઇનોવેટીવ અને અગ્રેસર ગણાતા રાજકોટ શહેર ભાજપ દ્વારા આ એપ પાઈલોટ પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવી છે અને અગામી દિવસોમાં ગુજરાતના તમામ મહાનગર-જિલ્લાઓમાં તેમની પોતાની આવી જ એપ લોન્ચ કરાશે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ મોબાઈલ એપ થકી ભાજપના આગેવાનો અને પ્રજાજનો સતત અને સીધા સંપર્કમાં રહેશે, જેથી વધુમાં વધુ લોકાભિમુખ કામો થતાં વિકાસને વધુ વેગ મળશે. તદુપરાંત આ એપ દ્વારા રાજકોટ શહેર ભાજપના સંગઠનને ઘણો લાભ થશે. અંતમાં તેઓએ દેશમાં ભાજપની કોઇપણ જીલ્લા કે મહાનગરની સૌ પ્રથમ સંપૂર્ણ એપ બનાવવા બદલ રાજકોટ શહેર ભાજપ આઈ.ટી. સોશિયલ મીડિયાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કેRAJKOT BJP APPમાત્ર કાર્યકર્તાઓ માટે જ નહિ, પરંતુ રાજકોટની પ્રજા માટે પણ આશીર્વાદ સમાન પૂરવાર થશે. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએRAJKOT BJP APP ને લોન્ચ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.