આજના તમામ કાર્યક્રમો કરાયા રદ્દ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબીયત સ્થિર હોવાનું ડોક્ટર્સે જણાવ્યું છે. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સીએમનું મેડિકલ ચેકઅપ કરાયું છે. ગઇકાલે વોમિટિંગ અને તાવની તકલીફ થતાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢના શિવરાત્રીના મેળાના પ્રવાસે જવાના કાર્યક્રમને પડતો મૂકીને પરત અમદાવાદ આવી ગયા હતા. મુખ્યમંત્રીને ગઇકાલે સવારથી જ રાજકોટ જવા નીકળ્યા ત્યારથી તાવની અસર વર્તાતી હતી. તેમને વોમિટ પણ થઈ હતી. છતાંય યોગી આદિત્યનાથ સાથેના કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટ રવાના થયા હતા. રાજકોટ પહોંચ્યા પછીય તેમની તબિયત સારી ન રહેતા તેમણે અમદાવાદ પરત ફરી જવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડો. આર. કે. પટેલ અને ડો. મનોજ ઘોડાએ તેમની તપાસ કરી હતી. મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડો. આર. કે. પટેલે અને ડો. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી.
જ્યાં ડોક્ટર્સે આજે પણ સમગ્ર દિવસ આરામની સલાહ આપી છે. જેને લઈને આજે પણ મુખ્યમંત્રી રૂપાણીના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે સીએમ રૂપાણીની તબીયત લથડી હતી..જેના પલગે તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા હતા.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢમાં મહાકુંભમાં જવાના હતા પરંતુ તેમની તબિયત નાદૂરસ્ત થતા કાર્યક્રમ રદ કર્યો હતો. રાજકોટ એરપોર્ટ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બન્ને જુનાગઢના મહાકુંભમાં જવાના હતા. જ્યાં તેઓ પ્રકૃતિધામમાં સંતસભા સંબોધવાના હતા. પરંતુ રાજકોટ એરપોર્ટ પર જ તેમની તબિયત નાદૂરસ્ત થતા જૂનાગઢ જવાનું ટાળી દીધું હતું.
ડોક્ટરોએ વિજય રૂપાણીને આરામ કરવાની સલાહ આપી હોવાથી બીજી માર્ચના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. જોકે રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. મહત્વનું છે કે જૂનાગઢમાં બુધવારથી શરૂ થયેલા જૂનાગઢના મહાકુંભમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના મુખ્યમંત્રીએ પ્રકૃતિ ધામમાં સંતસભા સંબોધન કર્યું હતું