આવતીકાલે વૃક્ષારોપણ, ફૂટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ: કમલેશ મીરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચા દ્વારા આવતીકાલે ગુરુવારે લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિન વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવવામાં આવશે. ત્યારે કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડએ જણાવ્યું હતું કે, પ્રગતિશીલ, નિર્ણાયક, પારદર્શી અને સંવેદનશીલ ભાજપ સરકારના પ્રણેતા વિજયભાઇ રૂપાણીના ૬રમાં જન્મદિનના શુભ અવસરે કાર્યોની સુહાસ પહોચાડવાના ઉન્નત હેતુ સાથે શહેર ભાજપના વિવિધ મોરચા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે. તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસે સેવાસેતુ કેમ્પનો પ્રારંભ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતેથી કયો હતોઅને આ સેવાસેતુ ગરીબો અને જરુરીયાતમંદો માટે આશીર્વાદ રુપ બન્યો છે.
જેમાં આવતીકાલે સવારે ૯ કલાકે મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા શહેરની વિવિધ આંગણવાડીઓના બાળકોને નાસ્તા કીટનું વિતરણ કરાશે. તેમજ સવારે ૯.૩૦ વાગ્યે અનુ. જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવીણ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અનુ. જાતિ મોરચા તેમજ કિસાન મોરચાના પ્રમુખ પ્રવીણ કિયાડા, મહામંત્રી રસિકભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કિસાન મોરચા દ્વારા શહેરના ૮૦ ફુટ રોડ ખાતે આવેલ શેઠ હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કરાશે.
તેમજ સવારે ૧૦ કલાકે લધુમતિ મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારુનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ શમાના માર્ગદર્શન હેઠળ લધુમતિ મોરચા દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફુટ વિતરણ કરાશે તેમજ સવારે ૧૧ કલાકે બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીલેશ જલુ: મહામંત્રી લલીત વાડોલીયા, સોમભાઇ ભાલીયાના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચા દ્વારા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ અંધજન મંડળના ૬૨ પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ કરાશે. તેમજ શહેર ભાજપ દ્વારા વિજયભાઇ રૂપાણીના ૬રમાં જન્મદિને બપોરે ૧ર કલાકે ઓમ પેટ્રોલીયમ, રામપીર ચોકડી, ગાંધીગ્રામ ખાતે ૬ર લાભાર્થીઓને ઉજજવલા યોજના અંતર્ગત ગેસનું કનેકશન આપવામાં આવશે. તેમજ બપોરે ર કલાકે લધુમતિ મોરચા દ્વારા મંદબુઘ્ધિ સ્કુલ કાલાવડ રોડ ખાતે મંધબુઘ્ધિ ધરાવતા બાળકોને આઇસ્ક્રીમ વિતરણ કરાશે. તેમજ સાંજે ૭ કલાકે યુવા મોરચા પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા પંચનાથ મંદીર ખાતે મહાઆરતી યોજવામાં આવશે.
તો આ કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉ૫સ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.