યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાત્રે 11 વાગે અક્ષરધામગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સ્વામીજીના નશ્વર દેહને આજથી 4 દિવસ સુધી મંદિર પરીસરમાં ભક્તોના દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો છે. આજે સવારથી હરિભક્તો સ્વામીના અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી. ચાર દિવસ દરમિયાન દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો સ્વામીના અંતિમ દર્શન કરશે. આ ઉપરાંત ભક્તો ઓનલાઈન દર્શન પણ કરી શકશે.
શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવશે : આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી
મનીષ સિસોદિયા આવશે: ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દર્શન કરવા આવે તેવી સંભાવના
28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. આખરે અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુચેતન સ્વામીજીએ જણાવ્યું હતું કે, મંદિરમાં અક્ષર દેરી આવેલી છે, જેમાં તેમની ગુરૂ પરંપરા પધરાવી છે. હરીપ્રસાદ સ્વામીજી કાયમ એવું કહેતા હતાં કે, મને અક્ષર દેરી એ રાખજો જેથી અક્ષર દેરીની સામે જ લીમડા વન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો ગઈ કાલે અક્ષરવાસ થયો હતો. તેમનો પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દર્શન કરવા આવશે. આવતી કાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે.ગુરુવારે આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે. શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દર્શન કરવા આવશે. 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દર્શન કરવા આવશે.
હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે. સવાર જ સોખડા મંદિરમાં ભક્તોનુ ઘોડાપૂર આવ્યું છે. તો બીજી તરફ, હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો પણ આવશે.હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે.
આજે સવારે 8 થી 12 ડભોઈ તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાના ભક્તોએ દર્શન કર્યા હતા. તો સાથે જ આણંદ જિલ્લા, ખેડા જિલ્લાના ભક્તો માટે પણ સવારનો સમય નક્કી કરાયો હતો. તો 12 થી 4 દરમિયાન વાગરા, કરજણ, શિનોર અને આમોદ તાલુકાના ભક્તો માટે દર્શન ગોઠવાયા હતા. આ સમય દરમિયાન બોડેલી, સંખેડા, વાઘોડિયા, પાદરા અને જંબુસરના ભક્તો પણ કરી શકશે. તો 4 થી 8 દરમિયાન વડોદરા શહેર, સાવલી, હાલોલ, ગોધરા અને દાહોદ, વડોદરા તાલુકાના ભક્તો દર્શન કરી શકશે.