રાજકોટ નાગરિક અભિવાદન સમિતિનું બેનમુન આયોજન: ધીરુભાઇ સરવૈયા હાસ્ય રસ પીરશશે: શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રહેશે ઉ૫સ્થિત

ગુજરાત રાજયના મુખ્યમંત્રી પદનું બીજી વખત સુકાન સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહેલા વિજયભાઇ રૂપાણીનું સન્માન કરવા સમગ્ર રાજકોટ જાણે થનગની રહ્યું હોય એવો ઉત્સાહનો માહોલ સર્જાયો છે. તા. ૩૧-૧ર ને રવિવારના રોજ સાંજે ૬.૩૦ કલાકે સત્યમ પાર્ટી પ્લોટ, નાના મવા રોડ ખાતે શહેરના વિવિધ એસાસીએશનનો, શહેરની સેવા સંસ્થાઓ તેમજ શહેરમાં અલગ અલગ ક્ષેત્રના સમાજના આગેવાનોની ઉ૫સ્થિતિમાં જાજરમાન અભિવાદનના કાર્યક્રમનું આયોજન શહેર નાગરીક અભિવાદન સમીતી દ્વારા કરવામાં આવ્યું છે.

સવા વર્ષમાં મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને ગુજરાતનું હિત જોનાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૪૭૫ જેટલા મહત્વના નિર્ણયો લઇ ગુજરાતના વિકાસને આગળ વઘ્યો છે. આથી રાજકોટ મહાનગરની વિધાનસભાની પશ્ર્ચિમ બેઠક ઉપર ૫૪ હજાર જેટલા મતોથી મેળવી ભવ્ય જીત હાંસલ કરી લોક હ્રદયમાં અનેરુ સ્થાન મેળવ્યું. સંવેદનશીલ મુખ્યમંત્રીને વધાવવા રાજકોટવાસીઓનો ઉત્સાહ હોય એ સ્વાભાવિફક છે.

રાજકોટના પનોતા પુત્ર અને બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક તરીકેના સંસ્કાર મેળવી અખિલ ભારતીય વિઘાર્થી પરિષદમાં એક અદના કાર્યકર્તા તરીકે કામ કરી આજે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર વિજયભાઇ રૂપાણીજાહેર જીવનનું સમાજ જીવનનું આભુષણ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન પદે તેમજ રાજકોટના પ્રથમ નાગરીક તરીકેની જવાબદારી સંભાળી જયાં માનવી ત્યાં સુવિધા એ સુત્રને સાકાર કરી રાજકોટનાં વિકાસમાં જેમનો બેનમુન ફાળો રહ્યો છે તેવા વિજયભાઇ રૂપાણી ગુજરાત રાજયનાં સંકલ્પ પત્ર અમલીકરણ સમીતીનાં ચેરમેન ગુજરાત રાજય પ્રવાસન નિગમ, ગુજરાત રાજયના મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવનાર વિજયભાઇ રૂપાણી એક કુશળ સંગઠક અને કસાયેલ કર્મઠ કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારી નિભાવી છે જેમનાં નેતૃત્વ હેઠળ હજારો સ્વયં સેવકો કાર્યકર્તાઓનું ઘડતર થયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા તરીકે તેમજ ચાર વખત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ સફળતા પૂર્વક કામગીરી કરી કાર્યકર્તાઓના દીલમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ ઉપરાંત રાજયસભાના સાંસદ તરીકે પણ છ વર્ષ ઉમદા કામગીરી કરી છે. રાજકોટ વિધાનસભા ૬૯માં ધારાસભ્ય તરીકે પ્રથમ વખત જંગી બહુમતિથી વિજય થનાર વિજયભાઇ રૂપાણીને ગુજરાત રાજયનાં પાણી પુરવઠા, શ્રમ રોજગાર તેમજ વાહન વ્યવહાર જેવા મહત્વના કેબીનેટ મંત્રી બનાવી રાજય સરકારે પણ તેમની કાબેલીયતનો લાભ લીધો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્રટ્રીય સ્તરના આગેવાનોએ તેમની કુશળ સંગઠક તેમજ કુશળ વહીવટકર્તા તરીકેની નોંધ લઇ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સોંપી જે તેમને નિભાવી અને તાજેતરમાં જ જેમની મુખ્યમંત્રી પદે પણ ભોગવ્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કર્મભૂમિ રાજકોટ રહી છે. રાજકોટમાં તેમનાં તમામ સ્થળે વ્યાપક સંબધો રહ્યા છે. અને રાજકોટના સેવા જગત સાથે ધનિષ્ઠ રીતે સંકળાયેલા છે. રાજકોટના નગરજનો સાથે જેમનો જીવંત સંપર્ક રહ્યો છે. વિજયભાઇ રૂપાણીના ઘડતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, સ્વ. અરવિંદભાઇ મણીઆર, સ્વ. ચીમનભાઇ શુકલ, કર્ણાટક ગર્વનર વજુભાઇ વાળા, સ્વ. કાંતિભાઇ વૈઘ, પૂજય યશવંતભાઇ ભટ્ટ, સ્વ. સુર્યકાંતભાઇ આચાર્ય, સ્વ. નાથાલાલ જગડા, સ્વ. પી.વી.દોશી(પપ્પાજી) લક્ષ્મણભાઇ ઇનામદાર, સુરેન્દ્રભાઇ પટેલ, મદનદાસજી દેવી, દામલેજી, પ્રવીણભાઇ મણીયાર સ્વ. મકરંદ દેસાઇ પ્રો. એન.યુ. રાજયગુરુ સહીતના મહાનુભાવોનો ફાળો રહ્યો છે.રાજકોટનાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતા શહેરના શ્રેષ્ઠીઓની નાગરીક અભિવાદન સમીતી તેમજ માર્ગદર્શન કમીટી બનાવવામાં આવી છે. જેમના દ્વારા તા. ૩૧-૧ર ને રવિવારના રોજ અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ નાગરીક અભિવાદન સમીતીમાં મુકેશ દોશી, દીકરાનું ઘર, ગુણવંતભાઇ ડેલાવાળા સરગમ કલબ, ડી.વી. મહેતા, જયેશ ઉપાઘ્યાય, કિરીટભાઇ આદ્રોજા, બી.કે. વડોદરીયા, યોગેશ પુજારા, ઉપેન મોદી, શૈલેષ જાની, મહેન્દ્રભાઇ ફળદુ, ખોડુભા જાડેજા- ઘંટેશ્ર્વર જતીન ભરાડ, ભુપેન્દ્રસિંહ વાઘેલા, અજય પટેલ, ધ્રુવીક પટેલ, વી.પી.વૈશ્ર્નવ, સહીતના આગેવાનોનો કમીટીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્ગદર્શક રમેશભાઇ ટીલાળા, બીપીનભાઇ હદવાણી, યોગેશભાઇ પુજારા, કૌશીકભાઇ શુકલ, જીતુભાઇ ચંદારાણા, શીવલાલ બારસીયા, ધનસુખભાઇ વોરા, જીવણભાઇ પટેલ, ચીમનભાઇ લોઢીયા, ભાયાભાઇ સાવલીયા, ડો. અતુલ પંડયા, ચંદ્રકાંત શેઠ, નલીન ઝવેરી, જીતુભાઇ દેસાઇ માર્ગદર્શન પુરુ પાડશે.

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહેલા વિજયભાઇ રૂપાણીના આ અભિવાદન કાર્યક્રમમાં રાજકોટ શહેરના અલગ અલગ ક્ષેત્રોના મહાનુભાવો મુખ્ય મહેમાત તરીકે ઉ૫સ્થિત રહેશે.

કાર્યક્રમના પ્રારંભે ધીરુભાઇ સરવૈયા હાસ્ય રસ પીરસશે. રાજકોટના મુખ્ય એસો.નો તેમજ અને સેવા સંસ્થાઓ સહીત પ૧ સંસ્થાઓથી વધુ સંસ્થાઓ વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરશે. આ કાર્યક્રમની વિશેષતા સન્માન, બુકે, હાર પુષ્પગુચ્છ શાલથી નહિ પરંતુ ફુટ બાસ્ટેક અને પુસ્તશથી વિજયભાઇનું અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમના બીજા દિવસે આ ફુટ બાસ્કેટ સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને વિતરણ કરાશે.

આ કાર્યક્રમમાં સામેઇ થવા ઇચ્છતા રાજકોટના નાગરીક કાર્યક્રમનો પાસ ૩૦૫ ગુરુરક્ષા કોમ્પલેકસ ભારત ટ્રાવેલ્સ ની બાજુમાં ટાગોર રોડ ઉપરથી મેળવી લેવા જણાવાયું છે. આ કાર્યક્રમમાં વિવિધ સમીતીઓની રચના કરવામાં આવી છે. કાર્યક્રમને તૈયારીનો આખરી આપ અપાઇ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા રાજકોટ નાગરીક અભિવાનદન સમીતીના સમીતીનાં નેતૃત્વ હેઠળ યોજાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.