વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજીડેમ ખાતે નર્મદા નીરના વધામણા કાર્યક્રમ પ્રસંગે વડાપ્રધાન દ્વારા સ્માર્ટ સીટી રાજકોટ અંતર્ગત હેકેથોન સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ સ્પર્ધા અંતર્ગત આગામી તા.૨૯ના રોજ મારવાડી કોલેજ (ગૌરીદડ) ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે હેકેથોન પ્રતિ સ્પર્ધાનું ઉદઘાટન થનાર છે.
આ કાર્યક્રમનાં અનુસંધાને સ્થળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, ડે. કમિશ્નર સી.કે. નંદાણી, મારવાડી કોલેજના આર.બી. જાડેજા તેમજ અન્ય અધિકારી ગણ જોડાયેલ હેકેથોન પ્રતિ સ્પર્ધાનાં ડાયસ સ્થળ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓની ટીમ માટેનું સ્થળ વિગરે મુલાકાત લીધી હતી અને આ માટે જ‚રી સુવિધાઓ ઉપલબ્ધ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવીહતી.
હેથેથોન સ્પર્ધા એપનું લોન્ચિંગ કાર્ય બાદ આશરે ૭૦૮ ટીમો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીને લગત ૧૦૧ પ્રશ્ર્નનું સમાધાન લાવવા માટે કાર્ય કરતા જોવા મળશે. શહેરીજનો અને મ્યુની. લગતના સુસંગત હોય તેવા ૧૦૧ ટેકનોલોજીકલ પ્રશ્ર્નોના નિરાકરણ માટે સૌ પ્રથમ ૨૫૦ ટીમોની પસંદગી કરશે તેમાં શ્રેષ્ઠ સમાધાન આપનારી ટીમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરશે.