મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં 322 કરોડના વિકાસ કામોના લોકાર્પણ કર્યા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વડોદરા ખાતે 322 કરોડાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં જળસંચય-જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ડ્રેનેજ વોટર રિ-સાઇકલિંગ પોલીસી જાહેર કરાશે. જેના દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી ખેતી, ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા શહેરમાં 30.39 કરોડના ખર્ચે બનેલા શાસ્ત્રી બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. છાણી તળાવ ખાતે સુજલામ સુફલામ અંતર્ગત જળસચય અભિયાનનું પણ લોકાર્પણ કર્યું હતુ. મુખ્યમંત્રી આવસ યોજનાના LIG, MIG અને EWSનાં 1399 અવસોના નો ડ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના મેયર ભરત ડાંગર, ધારાસભ્ય અને વિધાનભાના સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદી, મ્યુનિસિપલ કમિશનર ડો વિનોદ રાવ સહિત સાધુ સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ એનજીઓ અને સંતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com