અમદાવાદમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામ માટે રેસ્કયુ બોટ દોડાવવામાં આવી રહી છે. આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રેસ્કયુ બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તો લોકો પાસેથી જાત માહિતી મેળવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે વરસાદ સંદર્ભે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજયમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા હોય લોકોને બિનજ‚રી અવર-જવર ન કરવા પણ તેઓએ અપીલ કરી હતી.
અમદાવાદમાં રેસ્કયુ બોટમાં બેસી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું પરિસ્થિતિનું નિરીક્ષણ
Previous Articleઆખરે શાસ્ત્રી મેદાનમાં હંગામી બસ સ્ટેન્ડની કામગીરી શરૂ
Next Article શું છે ઓમ નમઃશિવાય મંત્રનો મહિમા :