ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે છે, ત્યારે તેમણે ઈઝરાયેલમાં તેલ અવીવ નજીક આવેલા શાફડાન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યારે પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટર ગલ શોહામે રૂપાણીને પ્લાન્ટની કામગીરી અંગે જાણકારી આપી હતી. ઉલ્લેકનીય છે કે, રૂપાણી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે છે.
ઇઝરાયલના Shafdan સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી. ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે. જોડીયા પાસે 100 MLDનો ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત થવાનો છે. તે ઉપરાંત અન્ય 10 ડિસેલિનેશન પ્લાન્ટ્સ રાજ્યના દરિયા કિનારે શરૂ કરીને સમુદ્રી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઇઝરાયલ-ગુજરાતના સહભાગી પ્રયાસો ફળદાયી બનશે.
ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ શાફડાન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈને કંપનીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ ઈઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરતો પ્લાન્ટ છે, જે પ્રતિદિન 3,70,000 ઘન મીટર જેટલા શહેરી વેસ્ટ વોટરને ટ્રીટ કરીને તેને પુન:વપરાશ લાયક બનાવે છે.
ગુજરાત સરકારે તાજેતરમાં ‘રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’ લોન્ચ કરી છે. જે હેઠળ ગુજરાતના તમામ મોટા શહેરો અને નગરોમાં વેસ્ટ વોટરને ટ્રીટ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. ઈઝરાયલની ટેક્નોલોજીનો આ માટે ઉપયોગ કરી શકાય તે દિશામાં આ બેઠકમાં ચર્ચાવિમર્શ કરવામાં આવ્યો હતો.