અમદાવાદમાં કાંકરિયા કાર્નિવેલનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત જન સામાન્યની સુખ સુવિધા સુખાકારી અને સર્વગ્રાહી વિકાસ ઉપરાંત હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ દેશનું દિશા દર્શન કરાવવા સુશાસનથી અગ્રેસર રહ્યું છે. ગુજરાત ખેતી શિક્ષણ આરોગ્ય જેવા આંતરમાળખાકીય કામો હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય દરેક ક્ષેત્રે સોળે કળાએ વિકાસ વાવટા લહેરાવી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, મ્યુનિ ભાજપ નેતા અમિત શાહ, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
કાંકરિયા કાર્નિવલ સામાન્ય ગરીબ પરિવારો માટે આનંદ-પ્રમોદનું માધ્યમ બન્યો છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે ત્વરિત નિર્ણયો અને લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કર્યો છે.
પ્રથમ દિવસે જ 50 હજાર થી પણ વધુ લોકોએ આ કાંકરિયા કાર્નિવલમાં નો લાહવો લીધો હતો. આ કાકરિયા કાર્નિવલમાં ચાર-ચાર મિનિટના બે લેઝર શો એ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. આ કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલશે. સાત દિવસ ચાલનારા આ કાર્નિવલમાં લોકો ફ્રીમાં એન્ટ્રી લઈ મજા માણી શકશે.