મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જૈન-જૈનેતર નાગરિકોને ‘મિચ્છામી દુક્કડમ’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઇ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.
વિજયભાઇ રૂપાણીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યૂષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે.
મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુક્કડમ પણ પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.