લખપત તાલુકાના નારાયણ સરોવર ગામ અને ગ્રામજનોની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્થિતીની ચર્ચા કરી હતી. આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવ્યો હતો. માનવી કે પશુધન સુધ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તેનું આયોજન સરકારે કરેલું જ છે.
લખપત તાલુકાના નારાયણ સરોવરના ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવ્યો હતો. ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે 20 લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ વિસ્તારના માત્ર બે જ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે. પાણી અંગે કોઇ સમસ્યા હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવાની સરકારની નેમ છે અને પાણીને અગ્રિમતા આપવામાં આવી રહી છે.
અબડાસા અને લખપત તાલુકાની અછતની પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી. પાણી અંગે કોઇ ફરિયાદ આવે તો તેનો તુરંત નિકાલ લાવવો અને ટેન્કરની તમામ માંગણીઓ પૂર્ણ કરવી. નખત્રાણા અને લખપત તાલુકાના ગામોમાં કુલ ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં પશુઓનો નિભાવ કરવામાં આવે છે. કેટલ કેમ્પમાં પશુ આશરો લઇ રહ્યા છે. આ બન્ને તાલુકામાં ઘાસ ડિપો ખોલવામાં આવ્યા છે.
નારાયણ સરોવર ખાતે ગાયને ઘાસ ખવડાવી ગામની મુલાકાત લીધી હતી. આપણા શાસ્ત્રોમાં ગાય અને ગૌવંશનું આગવું મહત્વ છે અને આપણા ધર્મ જીવન સાથે પણ ગાયનું અસ્તિત્વ વણાયેલુ છે ત્યારે ગાય અને ગૌવંશનું જતન-સંવર્ધન એ પ્રાથમિકતા છે.