‘કદમ છે અસ્થિર જેના તેને રસ્તો મળતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉકિતને સાર્થક કરતા મુખ્યમંત્રી
વરસાદી વાતાવરણમાં હેલીકોપ્ટર ઉડી શકે તેમ ન હતું છતા શ્રદ્ધા અને આસ્થાથી જોડાયેલા મુખ્યમંત્રી કાર મારફત સતાધાર દર્શનાર્થે પહોંચ્યા
સતાધારની જગ્યામાં અષાઢી બીજના મહાપર્વમાં રાજયના મુખ્યમંત્રી પણ સાક્ષી બન્યા હતા. ભારે વરસાદ હોવા છતા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પરબની જગ્યાના દર્શન કરી કાર મારફત સતાધાર પહોંચ્યા હતા અને સતાધાર ગીગડાપીરના દર્શન કરી લઘુમહંત વિજયબાપુ, ગુ‚શ્રી જીવરાજબાપુને મળ્યા હતા.
જયાં એક જ પગંતે નાત-જાત ધર્મનાં ભેદભાવ વગર દરેક લોકો પ્રસાદનો લાભ લેવા પધારે છે તેવા સતાધાર ધામમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી કે જેમના માટે કહી શકાય કે કદમ છે અસ્થિર જેના તેને રસ્તો મળતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંકિતને સાર્થક કર્તા હોય તેવું ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પરથી લાગી રહ્યું છે. ગઈ તા.૨૫/૬/૨૦૧૭ રવિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નિર્ધારીત કાર્યક્રમ મુજબ તેઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે પરબની જગ્યામાં દર્શન કરી પ.પૂ.શ્રી કરશનદાસબાપુના આશીર્વાદ લઈ અને સતાધાર આપાગીગાની જગ્યામાં દર્શન કરવા માટે તેમજ પ.પૂ.સતાધાર મહંત જીવરાજબાપુ ગુ‚ શામજીબાપુના આશીર્વાદ લેવા માટેનો કાર્યક્રમ નકકી થયેલ હતો. પરંતુ પરબધામના કાર્યક્રમમાં તેઓ દ્વારા વાતાવરણની અનુકુળતા ન હોય તેમજ ખુબ જ ભારે વરસાદ ચાલુ હોવા છતાં તેઓ પરબધામ પહોંચેલ હતા.
ત્યાં વરસાદી માહોલના હિસાબે તેમજ સમય થોડો મોડો થઈ જવાથી હેલીકોપ્ટર ઉડી શકે તેમ ન હોય તેમ છતાં તેઓ પોતે શ્રદ્ધા અને આસ્થાથી જોડાયેલા હોય અને પોતે નકકી કરેલ હોય કે કોઈપણ સંજોગોમાં આજે સતાધાર ગીગડાપીરના દર્શન કરવા જ છે. તેના હિસાબે પોતે મોટર માર્ગે સતાધાર જગ્યામાં પહોચેલ હતા. જયાં આગળ સતાધાર જગ્યાના લઘુમહંત વિજયબાપુ ગુ‚ જીવરાજબાપુ તેમજ આપાગીગાના ઓટલાના મહંત (ચોટીલા) નરેન્દ્રબાપુ ગુ‚ જીવરાજબાપુ તેમજ સતાધાર જગ્યાનાં સેવકો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું કમળના ફુલ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
તેમજ તેઓની સાથે પધારેલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા હાજર રહ્યા હતા.
સ્વાગત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સીધા જ આપાગીગાની સમાધીએ દર્શન કરવા માટે આવેલ હતા જયાં વિજયબાપુ ગુ‚ જીવરાજબાપુ તેમજ નરેન્દ્રબાપુ ગુ‚શ્રી જીવરાજબાપુ દ્વારા આપાગીગાની સમાધીના દર્શન કરાવવામાં આવેલ હતા. અને પૂજય નરેન્દ્રબાપુ ગુ‚ જીવરાજબાપુ આપાગીગાની ચરણામતી પ્રસાદી‚પે આપવામાં આવેલ હતી. ત્યારબાદ ત્યાી સીધા જ સતાધાર જગ્યાના મહંત જીવરાજબાપુ ગુ‚ શામજીબાપુના દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને લઈ જવામાં આવેલ હતા. ત્યાં જીવરાજબાપુ તા વિજયભાઈ ‚પાણીને હાર પહેરાવી તેમજ આપાગીગાની પ્રસાદી સ્વ‚પે માળા પહેરાવી અને શાલ ઓઢાડી સતાધાર જગ્યાની પરંપરા મુજબ તેઓનું સન્માન કરવામાં આવેલ અને પૂજય જીવરાજબાપુ ગુ‚ શામજીબાપુ દ્વારા ખુબ ‚ડા આર્શીવાદ આપવામાં આવેલ હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના યાત્રા પ્રવાસ અને સતાધારની મુલાકાત દરમિયાન રાજકોટના જાહેર જીવનના અગ્રણી અને હાલનાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુ‚ જીવરાજબાપુ સતત તેમની સો રહ્યાં હતા. અને હાલના પ્રવર્તમાન રાજકીય પ્રવાહોની ચર્ચા-વિચારણા કરેલ હતી.