તાશ્કંદમાં વર્લ્ડ સેલીબ્રીટી સિંગર કાખ્રમોને ‘વૈષ્ણવજન’ ભજન સંભળાવી મુખ્યમંત્રીનું દિલ જીતી લીધું
તાજેતરમાં ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ ખાતે ભારતીય એમ્બેસી દ્વારા આયોજીત ગાંધીજીના જીવન પર આધારિત એક પ્રદર્શનના ઉદઘાટન દરમિયાન ભારતીય ગીતોના વિશ્ર્વ પ્રસિધ્ધ સિગર હાવાસ ગુરૂહી ફેમ કાખ્રમોનને ખાસ શુભેચ્છા મુલાકાત આપી હતી. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે કાખ્રમોનના કંઠે ગવાયેલા અને વિશ્વભરનાં વખણાયેલા વૈષ્ણવજન ભજનને માણતી વખતે તેઓ તલ્લીન અને ભાવવિભોર બની ગયા હતા. કાખ્રમોનની એક શ્રેષ્ઠ ગાયક અને મ્યુઝિક કમ્પોસર તરીકેની બેનમૂન કલા ઉપરાંત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંગીતના માધ્યમ થકી મૈત્રી પૂર્ણ સંબંધો વિકસાવીને બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન તેમજ પર્યટનનો વિકાસ કરવાની કાખ્રમોનની ઉદાત ભાવનાને તેઓએ બિરદાવી હતી અને ટવીટર તેમજ ફેસબુક પર આ અવિસ્મરણીય ક્ષણોને શેર કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છેકે ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ ચાહક કાખ્રમોન વિશ્વ પ્રસિધ્ધ સેલીબ્રીટી હોવા છતાં તદન ડાઉન ટુ અર્થ સ્વભાવ ધરાવે છે. ભારતની અલગ અલગ ૬ જેટલી ભાષાના અસંખ્ય ગીતો ગાવા પર તેઓ સુંદર પ્રભુત્વ ધરાવે છે. યુ ટયુબ પર તેમના કરોડો વ્યુઝ અને લાખો ચાહકો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત પૂર્વ વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ અને સ્વ. રાજકપૂર પરિવારના એકટર પુત્ર રિષીકપૂરે પણ તેઓને બિરદાવેલ છે. તેમનીલાઈવ કોન્સર્ટને માણવી એ જીવનનો એક લ્હાવો ગણાય છે. તાજેતરમાં રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમની મુલાકાત દરમિયાન સુંદર પરફોર્મન્સ આપીને તેમજ રાજકોટના વિવિધ સ્થળોની સૌજન્યશીલ મુલાકાત લઈને તેમણે રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે મૈત્રી પૂર્ણ સંબંધો વિકસાવવાના તેમના ભગીરથ અભિયાનમાં સમગ્ર ભારત દેશવતી રાષ્ટ્રીય સન્માન વિજેતા રાજકોટના એડલેબ ક્રિએશનવાળાલ જીજ્ઞેશ મહેતા ૯૪૦૯૫૨૮૫૦૦ ગરીમા પૂર્ણ રીતે સુંદર સહયોગ આપી રહ્યા છે.